સત્તાવાળાઓની ઘોર બેદરકારીથી પ્રદૂષણમાં જીવતાં બોપલવાસીઓ
ડીપીએસ સ્કૂલની બાજુમાં ઈસરોનાં સ્પેસ ટ્રેનિંગ સેન્ટરની જગ્યા પાસે જ ક્ચરાનો અમદાવાદનાં પિરાણાની જેમ પર્વત બનવાં લાગ્યો : સમગ્ર બોપલમાં ભારે દુર્ગંધથી નાગરીકો ત્રાહીમામઃ નાગરીકોના આરોગ્ય સાથે થઈ રહેલાં ચેડાં |
અમદાવાદ: અમદાવાદ શહેરને અડીને આવેલાં બોપલ વિસ્તાર સૌથી ઝડપી વિકસિત થઈ રહ્યો છે. પરંતુ સત્તાવાળાઓની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે આજે બોપલ વિસ્તારમાં વસતાં નાગરીકોની સમસ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરનાં પિરાણા વિસ્તારમાં કચરાના પર્વતનો નિકાલ મ્યુનિ.કોર્પાેરેશન માટે માથાનો દુખાવો બની ગયો છે. આ પરિÂસ્થતિમાં હવે ઔડા પણ મુકાઈ ગયું છે. બોપલમાં ડીપીએસ સ્કૂલની બાજુમાં જ કચરાનો પર્વત બનવા લાગ્યો છે.
ભારે ઉહાપોહ બાદ આ ક્ચરામાંથી ખાતર બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને આ માટે મશીનરી પણ લાવી દેવામાં આવી છે. પરંતુ સત્તાવાળાઓની નિષ્ક્રિયાના કારણે આજે બોપલમાં આ ક્ચરાના ઢગલાંના કારણે રોગચાળો ફેલાવવા ઉપરાંત પ્રદૂષણની માત્રામાં ખૂબ જ વધારો થતાં અસ્થમાનાં દર્દીઓ પણ વધી ગયાં છે. પરંતુ ઔડાના પેટનું પાણી પણ હલતું નથી.
અમદાવાદ શહેરનાં સૌથી વિકસિત એવાં બોપલ વિસ્તારમાં નાગરીકો સમસ્યાઓથી ઘેરાયેલાં છે શહેરને અડીને આવેલાં આ વિસ્તારમાં આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે ઔડા તથા રાય સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટો જાહેર કરવામાં આવેલાં છે પરંતુ આ તમામ વિકાસનાં કામો માત્ર કાગળ ઉપર જ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વિકાસનાં કામો અટવાઈ ગયાં છે.
પરંતુ હવે બોપલવાસીઓની સમસ્યાઓ વધી ગઈ છે.ડીપીએસ સ્કૂલની બાજુમાં ઠલવાતાં ક્ચરાનાં કારણે આસપાસનો સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે. સત્તાવાળાઓની બેદરકારીને કારણે પરિણામે આ ક્ચરાનો ઢગ ધીમે ધીમે પર્વત બનવાં લાગ્યો છે. ક્ચરામાંથી ખાતર બનાવવા માટે મશીનરી ખરીદવામાં આવી હતી. તસવીરમાં ધૂળ ખાતી મશીનરી તથા બીજી તસવીરમાં ક્ચરાનો ઢગ નજરે પડે છે.
શહેરને અડીને આવેલાં બોપલનો વિકાસ કરવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી. આ વિસ્તાર ખૂબ જ ઝડપથી વિકસવા લાગતાં વસતી પણ વધી ગઈ છે. બોપલવાસીઓ માટે આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે પરંતુ આ સેવાઓ યોગ્ય રીતે પૂરી પાડવામાં સત્તાવાળાઓ નિષ્ફળ સાબિત થયાં છે. જેનાં પરીણામે બોપલવાસીઓની સમસ્યાઓ વધવાં લાગી છે. બોપલમાં ટ્રાફિક સહિત અનેક પ્રશ્નો સર્જાયાં છે. અને હવે તો નવી જ સમસ્યા ઉદભવી છે.
બોપલમાં આવેલી ડીપીએસ સ્કૂલની બાજુમાં જ ઈસરો દ્વારા વિશ્વ વિખ્યાત સ્પેસ ટ્રેનિંગ સેન્ટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. જે ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશો માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. અહીંયા ભારતનાં વૈજ્ઞાનિકો ઉપરાંત વિશ્વભરમાંથી યુવકો તાલીમ લેવા આવવાનાં છે.
ઈસરો માટે ફાળવાયેલી જમીનની બાજુમાં જ છેલ્લા કેટલાંક સમયથી ડમ્પીંગ સાઈટ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં પરીણામે અહીંયા ક્ચરો ઠાલવાતાં વ્યાપક દુર્ગંધ ફેલાઈ ગઈ છે. આ અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલું જ નહીં પરંતુ ક્ચરો ઠલવવાનો યથાવત રહેતાં આજે આ સ્થળ ઉપર ૨૦ ફૂટથી ઉંચો ક્ચરાનો પર્વત બનવા લાગ્યો છે. આ સ્થળ પાસેથી પસાર થતાં લોકો પણ ત્રાહીમામ પોકારવાં લાગ્યાં છે.
અમદાવાદ શહેરનાં પિરાણા પાસે આવેલાં ક્ચરાના પર્વત જેવી જ સ્થિતિ બોપલમાં પણ સર્જાઈ છે. ક્ચરાના નિકાલ માટેની યોગ્ય નીતિના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ૨૦ ફૂટથી ઉંચો પર્વત બની જતાં હવે તેની અસર સમગ્ર બોપલમાં જાવા મળી રહી છે. આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવતાં જે-તે સમયે સત્તાવાળાઓ જાગ્યાં હતાં અને ક્ચરાના ઢગલાંના નિકાલ માટે તેમાંથી ખાતરનું ઉત્પાદન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનાંથી બોપલવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ માટે જરૂરી મશીનરી પણ લાવી દેવામાં આવી હતી. પરંતુ ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે મશીનરી ધૂળ ખાઈ રહી છે. જ્યારે બીજીબાજુ ક્ચરાનો ઢગ ઉંચોને ઉંચો બની રહ્યો છે. બોપલવાસીઓમાં આ મુદ્દે ચર્ચા થઈ રહી છે કે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણ કરવાનું છે અને ઉદ્ઘાટનના વાંકે આ મશીનરી ધૂળ ખાઈ રહી છે.
વ્યાપક રજૂઆતો બાદ ખાતર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. અને પ્રારંભમાં જ જા આ પ્રક્રિયા શરૂ કરી દીધી હોત તો આજે ક્ચરાનો પર્વત ન બન્યો હોત. સત્તાવાળાઓની બેદરકારીને કારણે આજે બોપલવાસીઓ પ્રદૂષિત વાતાવરણમાં જીવવા લાગ્યાં છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ પ્રદૂષણની માત્રા નોંધાવવા લાગી છે. પરંતુ બોપલમાં અમદાવાદ કરતાં પણ વધુ પ્રદૂષણની માત્રા નોંધાઈ છે. તેમ છતાં સત્તાવાળાઓનું પેટનું પાણી હલતું નથી. આ મશીનરીનું કોણ ઉદ્ઘાટન કરશે તે જાવાનું રહ્યું ? એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ઉદ્ઘાટન કરતાં પહેલાં આ મશીનરી નકામી થઈ જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો તાત્કાલિક આ અંગે ઔડા સત્તાવાર પગલાં ભરે તેવી બોપલના નાગરીકોની માંગણી છે.