Western Times News

Gujarati News

સત્તા મેળવતાં જ દિલ્હીમાં ભાજપ વીજળી સબ્સિડી ખતમ કરી દેશે: કેજરીવાલ

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વીજળી પર મળી રહેલ સબ્સિડીને લઈ ભાજપ પર પ્રહાર કર્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ભાજપ પર પ્રકાર કરતા કહ્યું કે દિલ્હીમાં સત્તામાં આવતાં જ તેઓ દિલ્હી પર મળતી સબ્સિડી ખતમ કરી દેશે. કેજરીવાલે ભાજપના સાંસદ વિજય ગોયલના એક નિવેદનના આધારે આ આરોપ લગાવ્યો છે.

કેજરીવાલે શાહદરા અને પહાડગંજમાં પાર્ટીના વાલિયંટરોની બેઠકને સંબોધિત કરતાં આ નિવેદન આપ્યું. અરવિંદ કેજરાલ ભાજપના સાંસદે આપેલ ઈન્ટર્વ્યૂના આધાર પર ભાજપ પર આ વાક્પ્રહાર કર્યો. ઈન્ટર્વ્યૂ દરમિયાન પિયૂષ ગોયલને જ્યારે દિલ્હીમાં ૨૦૦ યૂનિટ સુધી વીજળી ખર્ચ કરનારને મળતી સબ્સિડી પર પોતાના વલણ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે અમે આ સબ્સિડી નહિ આપીએ પરંતુ લોકોને સસ્તી વીજળી મળે તેવો માહોલ બનાવશું. વિજય ગોયલ પર નિશાન સાધ્યું વિજય ગોયલ પર નિશાન સાધ્યું અરવિંદ કેજરીવાલે કહ્યું કે સારું છે કે ભાજપે ચૂંટણી પહેલા જ વીજળીમાં મળતી સબ્સિડીને લઈ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.

ભાજપના જે વરિષ્ઠ નેતાએ આ નિવેદન આપ્યું છે તેઓ ખુદ સાંસદ છે અને તેમને દર મહિને ૪૦૦૦ યૂનિટ મફત વિજળી મળે છે. પરંતુ તેમને જનતાને ૨૦૦ યૂનિટ મફત વીજળી આપવા પર વાંધો છે. જ્યારે વિજય ગોયલે કહ્યું કે ભાજપનું લક્ષ્ય આમ આદમી પાર્ટીથી ઓછી કિંમતે વીજળી આપવા પર છે.

વિજય ગોયલે કહ્યુ?ં કે આમ આદમી પાર્ટીને નેતા જૂઠું બોલી રહ્યા છે કે ભાજપ વીજળી સબ્સિડી ખતમ કરી દેશે. કેજરીવાલ વીજળી કંપનીઓનો વિરોધ કરીને ચૂંટાયા છે, હવે તેઓ આ કંપનીઓને ફાયદો પહોંચાડી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે કેજરીવાલે વીજળી કંપનીઓને કિંમતમાં કટૌતી માટે કેમ ન કહ્યું? અગાઉ આપ સાંસદે પણ એક પ્રેસ કોન્ફઅરેન્સને સંબોધિત કરતા આરોપ લગાવ્યો કે જો ભાજપ સત્તામાં આવી તો સબ્સિડી છીનવી લેવામાં આવશે. શું છે કેજરીવાલની મફત વિજળી યોજના શું છે કેજરીવાલની મફત વિજળી યોજના ઉલ્લેખનીય છે કે એક ઓગસ્ટ ૨૦૧૯ના રોજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મફત વિજળી યોજનાનું એલાન કર્યું હતું.

જે અંતર્ગત મહિનામાં પહેલીવાર જેઓ ૨૦૦ યૂનિટથી ઓછી વીજળી વાપરશે તેમણે એક રૂપિયો આવી વીજળી બિલ નહિ ચૂકવવું પડે, એટલે કે તેનું વીજળી બિલ મફત થઈ જશે. જ્યારે ૪૦૦ યૂનિટ સુધી વીજળીનો ઉપયોગ કરતા લોકોને ૫૦ ટકા સબ્સિડી મળશે. દિલ્હીમાં થનાર વિધાનસભા ચૂંટણી પહેલા આ કેજરીવાલને વોટરને લોભાવવાનું મોટું પગલું છે. જેને લઈ વિપક્ષે કેજરીવાલની આલોચના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.