સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના પહેલા ઉપરાજયપાલ બની શકે
શ્રીનગર, જમ્મુ કાશ્મીરની કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં ૩૧ ઓકટોબરે પુર્નરચના કરવાની છે આ માહિતી ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આપી છે. ગૃહ મંત્રાલયે એ પણ જાહેરાત કરી છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સરકારી કર્મચારીઓના સાતમા પગાર પંચની ભલામણ અનુસાર જ પગલા અને બીજા લાભો આપવામાં આવશે.
આ રીતે ૪.૫ લાખ સરકારી કર્મચારીઓને મળનાર બાળકોના શિક્ષણ ભથ્થા, હોસ્ટેલ ભથ્થા પરિવહન ભથ્થા એલટીસી ફિકસ્ડ મેડિકલ એલાઉસ વગેરેનો વાર્ષિક નાણાંકીય બોજ લગભગ ૪,૮૦૦ કરોડ રૂપિયા પડશે. મંત્રાલયના અધિકારી અનુસાર ૩૧ ઓકટોબર માટે જમ્મુ કાશ્મીર પ્રશાસન તૈયારીઓ કરી રહ્યું છે સુરક્ષા વ્યવસ્થાને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે તેઓ વૈષ્ણોદેવીના દર્શન માટે પણ જાય તેવી સંભાવના છે.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે ૩૧ ઓકટોબર પહેલા સુરક્ષા વધારવાની યોજના તૈયાર કરી રહ્યાં છે કેટલાક સાવધાનીપૂર્વકના પગલા ઉઠાવવામાં આવશે.