Western Times News

Gujarati News

સત્યમેવ જયતે-૨માં હશે જબરદસ્ત એકશન

મુંબઈ, મિલાપ ઝવેરીની ફિલ્મ સત્યમેવ જયતે જ્યારે રિલીઝ થઇ ત્યારે ધમાકેદાર કમાણી કરી હતી. દર્શકોને ફિલ્મ ખુબ ગમી પણ હતી. એ પછી લોકોએ આ ફિલ્મની સિકવલ બનાવવાની માંગણી સતત કરી હતી. જોન અને મિલાપે મળી ચાહકોની આ ઇચ્છા પુરી કરવા તૈયારી કરી દીધી છે. સત્યમેવ જયતે-૨ બની રહી છે. આ વખતે અગાઉ કરતાં પણ વધુ ધમાકેદાર એકશન જોવા મળશે. ફિલ્મનું શુટીંગ અલગ લેવલ પર કરવામાં આવશે.

જોન અબ્રાહમની મુખ્ય ભુમિકાવાળી આ ફિલ્મનું શુટીંગ આ વર્ષમાં એપ્રિલમાં ફલોર પર જશે અને ઝડપથી શુટીંગ શરૂ થશે. મિલાપની આ ફિલ્મમાં જોન સાથે દિવ્યા ખોસલા કુમારને અભિનેત્રી તરીકે લેવામાં આવી છે. જોન આ વખતે અલગ જ પાત્રમાં જોવા મળશે. તે લાંચીયાઓ વિરૂધ્ધ જંગ છેડતો જોવા મળશે. મિલાપના કહેવા મુજબ જોન રેમ્બો જેવો જોવા મળશે. આ જોતાં ફિલ્મ જબરદસ્ત દમદાર એકશનથી ભરપૂર હશે તે ચોક્કસ છે. ૨૦૨૦ની બીજી ઓકટોબરના ફિલ્મ રિલીઝ થઇ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.