સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવતી દિલ્હી કોર્ટ

નવી દિલ્હી, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને હાલમાં કોઈ રાહત મળી નથી. રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ સીબીઆઈ કોર્ટે જૈનની જામીન અરજી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, સત્યેન્દ્ર જૈનની ૩૦ જૂને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમોએ સત્યેન્દ્ર જૈનના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ઈડીની ટીમે દિલ્હી એનસીઆરમાં સત્યેન્દ્ર જૈન અને તેમના સહયોગીઓ સાથે સંબંધિત અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ઈડીએ શુક્રવારે લગભગ ૧૦ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં રહેણાંક તેમજ કોમર્શિયલ સ્થળોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈડી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં એક જાણીતી સ્કૂલના પ્રમોટરનો પણ સામેલ છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.
સત્યેન્દ્ર જૈનની ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ૩૦ મેના રોજ ધરપકડ કરી હતી. સત્યેન્દ્ર જૈને જામીન અરજી દાખલ કરી છે. જેના પર દિલ્હી કોર્ટે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૫૭ વર્ષીય સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ ઈડીએ તેમની સાથે જાેડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઈડીએ દરોડા દરમિયાન આશરે ૨.૮૫ કરોડની અઘોષિત સંપત્તિ અને સોનાના ૧૩૩ સિક્કાઓ રિક્વર કરવાનો દાવો કર્યો હતો.SS2KP