સત્યેન્દ્ર જૈનને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
નવી દિલ્હી, દિલ્હીની કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને એકવાર ફરીથી મોટો આંચકો લાગ્યો છે. મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે. તેમની ૩૦ મે એ ઈડીએ ધરપકડ કરી હતી. અગાઉ ૯ જૂને કોર્ટે તેમને ૧૩ જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ સમય મર્યાદા આજે ખતમ થયા પહેલા તેમને એકવાર ફરી રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા.
દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રાલય સંભાળનારા સત્યેન્દ્ર જૈન તરફથી કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરવામાં આવી છે. આની પર મંગળવારે ૧૧ વાગ્યે સુનાવણી થશે. અગાઉ મંગળવારે ઈડીએ કહ્યુ હતુ કે મની લોન્ડ્રિંગ કેસની તપાસ દરમિયાન સત્યેન્દ્ર જૈન અને તેમની સાથે જાેડાયેલા લોકો વિરુદ્ધ દરોડા દરમિયાન ૨.૮૫ કરોડ રૂપિયાની રોકડ અને સોનાના ૧૩૩ સિક્કા જપ્ત કરાયા છે.
૯ જૂને કોર્ટમાંથી બહાર નીકળતા સમયે સત્યેન્દ્ર જૈનની તબિયત પણ બગડી ગઈ હતી, જે બાદ તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી સત્યેન્દ્ર જૈન સતત બચાવ કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ કે તેમણે પોતે તમામ પેપર જાેયા છે સત્યેન્દ્ર જૈન નિર્દોષ છે. કેજરીવાલે જૈનને કટ્ટર ઈમાનદાર ગણાવ્યા છે.ss2kp