સત્ય વિના સર્વ મિથ્યા છે
‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ કહેનારા શંકરાચાર્ય એક વખત રાજમાર્ગ પર થઈને પસાર થઈ રહયા હતા. તે સમયે એક ગાંડો હાથી તેમની પાછળ પડયો. શંકરાચાર્ય હાથીને પાછળ આવતો જાેઈને દોડયા.
શંકરાચાર્યને દોડતાં જાેઈને સાથે દોડનાર એકબીજા માણસે શંકરાચાર્યને પૂછયુંઃ ‘અરે મહારાજ ! તમે શું કરવા દોડો છો ? તમે શરીરનો આટલો બધો મોહ શા માટે રાખો છો ? એ તો ક્ષણ ભંગુર અને મિથ્યા છે એમ તમે કહેતા હતા.’ શંકરાચાર્યો હસતાં હસતાં કહ્યુંઃ ‘અરે ! ભાઈ આ હાથી મિથ્યા છે તેમ આ મારું પલાયન પણ મિથ્યા છે.’ આ જગત ઉપર બધું મિથ્યા છે. ત્યાં શું મિથ્યા નથી તે કહેવું મુશ્કેલ છે. સત્ય વિના સર્વ મિથ્યા છે.