સદભાવના મિશન ક્લાસના વિધાર્થીઓનો સાંસ્કૃતિક અને સન્માન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં આવેલ સદ્દભાવના મિશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તારીખ ૧૫/૦૬/૨૦૨૨ બુધવારના રોજ એક અદ્ભુત સાંસ્કૃતિક અને ઇનામી કાર્યક્રમ યોજાયો હતો.
દરેક સ્પર્ધામાં અને વાર્ષિક પ્રગતિ પત્રક મુજબ બેસ્ટ ટકા લાવનારને વિધાર્થીઓને ઇનામ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોધરા ના ખ્યાતનામ અને સદભાવના મિશન ક્લાસના સંચાલક, સ્થાપક ડૉ. સુજાત વાલી અને સકીનાબેન સુલ્તાનઅલી ગુલામહુસેનવાલા ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓનો સાંસ્કૃતિક અને ઇનામી યોજવામાં આવ્યો હતો
સદભાવના મિશન કલાસ ના અનખ મુસ્લિમ સમાજના શિક્ષક ઈમરાન ભાઈ દ્રારા ગરીબ અને મધ્યમ વર્ગના હિન્દુ સમાજ બાળકોને શિક્ષણ છેલ્લા કેટલાય વર્ષોથી આપવામાં આવે છે અહીં દરેક ધર્મ અને જાતિ વચ્ચે એકતા અને ભાઈચારાની ભાવના સાથે જાેડાવાનો પ્રયત્ન થી શિક્ષણ ના માધ્યમ થઈ રહ્યો છે.
ચાલુ વર્ષે પણ આ ક્લાસમાં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ માટે દર વેકેશન દરમિયાન તમામ ખેલકૂદ, વિજ્ઞાન વર્કશોપ, વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવે છે જેમાં ૧૩૦ થી વધુ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લેનાર ટીમ
(૧) આવો આવો મોંઘેરા મહેમાન સ્વાગત ગીત ડાન્સ (૨) તેરી મિટ્ટી મેં મીલ જાવા ડાન્સ (૩) લે કયુચેકો લે ડાન્સ બાળકોએ કરી બતાવ્યું હતું બાળકોનો પરફોર્મન્સ જાેઈ આવેલા મહેમાનો, વાલીઓ, વગેરે સ્તબ્ધ થઈ ગયા હતા. આ સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણ પત્ર, ટીફીન બોક્ષ, કલર બોક્ષ, કંપાસ બોક્ષ, ક્લેબોક્ષ, નોટબુક, ચોપડા, કેલ્કયુલેટર વગેરે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાછલા શૈક્ષણિક વર્ષમાં વધુ ગુણ મેળવી અગ્રીમ આવનાર દરેક ઘોરણ માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ બાળકોને સર્ટિફિકેટથી સન્માનિત કરવા માટે ડોક્ટર સુજાત વલી ,લોક વિજ્ઞાન કેન્દ્રના કર્મચારી અવિનાશ મિસ્ત્રી, બ્રિજ બેન, હાર્મિત પટેલ, સંગીતના તજજ્ઞ ભરતભાઈ પટેલ,
સદભાવના મિશન ક્લાસના શિક્ષક ઈમરાન ભાઈ,તેમજ મારવાડી સમાજ અગ્રણીઓ હાજર રહીને તમામ બાળકોને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.