Western Times News

Gujarati News

સદભાવના મિશન બહારપૂરા ગોધરાના બાળકોનો ખેલ મહોત્સવ યોજાયો

(પ્રતિનિધી) ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રહેતા એક મુસ્લિમ યુવા શિક્ષકે સાચા અર્થમાં “શિક્ષક કભી સાધારણ નહીં હોતા ઉક્તિ સાર્થક કરી બતાવેલ છે આજના અત્યાધુનિક સમયમાં કોઈ પણ વ્યક્તિ માટે સમય કાઢવો મુશ્કેલ છે આવી પરિસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે બીજા માટે સમય કાઢીને પોતાના કિંમતી સમયનુ બલીદાન આપીને ઇમરાનભાઈ તેમજ ગોધરાના ખ્યાતનામ અને લારા હોસ્પિટલના ડોક્ટર સુજાત વલી આગેવાની હેઠળ ગોધરાની એક્તા જળવાઈ રહે અને શિક્ષણથી વંચિત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા મા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ શરૂઆત કરવામાં આવી હતી.

છેલ્લા ૧૪ વર્ષ થી બાળકોને શિક્ષણ મુસ્લિમ સમાજનો નામાંકિત શિક્ષક ઈમરાન ભાઈ લગાતાર શિક્ષણ આપી રહ્યા છે નવરચના પ્રાથમિક શાળા સાવલીવાડ ગોધરા માથી ફરજ બજાવ્યા બાદ સીધા બહારપૂરા રામાપીર મંદિર ખાતે દરોજ બાળકોને શિક્ષણ આપવા પહોંચી જાય છે આ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરા માથી કેટલાક લોકો કોલેજ માં અભ્યાસ પણ કરી રહ્યા છે સદભાવના મિશન ક્લાસમા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંચાલિત લોકો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળકોમા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રૂચી કેળવાય તેવા ઘણાં કાર્યક્રમો સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના બાળકોને કરાવવામાં આવે છે.

વેકેશન દરમિયાન આ સંસ્થામાં ધણી એક્ટિવિટી કરવામાં આવે છે તા ઃ- ૧૮/૫/૨૦૨૨ થી ૨૮ /૫ ૨૦૨૨ સુઘી વિવિધ સ્પર્ધાઓ યોજાશે અને કેટલીક સ્પર્ધાઓ યોજાઈ જેમાં ચિત્રસ્પર્ઘા ધોરણ ઃ-૫ થી ૯ જળ બચાવો, ઘોરણ ઃ-૦૧ થી ૪ ચિત્રસ્પર્ઘા મોર રંગપૂર્ણી, ૧૫ મિટર દોડ, સંગીત ખુરશી, અક્ષર લેખન, કોથળા દોડ, માટીમાંથી વાસણો બનાવવા, કાગળ કટીંગ કરી ચિત્ર બનાવા , સ્વચ્છતા અને આરોગ્યની જાગૃતિ,પાંચ દિવસનો વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન વર્કશોપ સમર કેમ્પ પર્યાવરણ વૃક્ષોની જતન, ખેલ કૂદ અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરેમાં ખુબજ ઉત્સાહથી આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો એ ભાગ લીધો હતો સાથેસાથ બાળકોના વાલીઓની હાજરીમાં વાલીઓએ ઉત્સાહિત થઈ બાળકોને તૈયાર કરી મોકલવામાં આવ્યા હતા અને વાલીઓએ સ્થાનિક લોકોએ બાળકોને ઉત્સાહ વઘાર્યો હતો. ડો. સુજાત વલી દ્રારા શૈક્ષણિક સાહિત્ય જેટલી જરૂર પડે તેટલી બાળકોને પુરી પાડે હતૂ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.