સદીના મહાનાયક પહોંચ્યા ઋષિકેશ, પૂજા- અર્ચના અને ગંગા આરતીનો વીડિયો કર્યો શેર

રૂષિકેશ, અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ છે હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહી છે શુરૂ હોતી હૈ. આમ પણ અમિતાભ બચ્ચનનો લોકોમાં ક્રેઝ જ એવો છે કે તેઓ જ્યાં જાય ત્યાં લોકોના ટોળા એકઠા થઈ જાય.
૮૦ વર્ષની ઉંમરે પણ અમિતાભ સતત એક્ટિવ રહે છે અને લોકોનું મનોરંજન કરતા રહે છે. હાલમાં બીગ બીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ ઉત્તરાખંડના ઋષિકેશમાં પૂજા અર્ચના અને ગંગા કિનારે આરતી કરતા જાેવા મળી રહ્યા છે.
ઘાટ પૂજા કરતા બીગ બીની આ તસવીર ખુબ વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં અમિતાભ બચ્ચન સાથે સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ જાેવા મળે છે.
આ ખાસ અવસરે બીગ બી એથનિક લૂકમાં જાેવા મળ્યા હતા. તેમણે કુર્તા પાયજામા,નેહરુ જેકેટ પહેરેલું હતું. એક તસવીરમાં અમિતાભ બચ્ચન સીડીઓ પર બેસેલા સ્વામી ચિદાનંદ સરસ્વતીને સાંભળતા જાેવા મળી રહ્યા છે. સ્વામી ચિદાનંદ સરસ્વતી માઈક પર કંઈક કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સ્વામી ચિદાનંદ સરસ્વતી પરમાર્થ નિકેતનના અધ્યક્ષ છે.
પોતાના બ્લોગમાં અમિતાભ બચ્ચને ગંગા કિનારે બેસેલ પોતાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી છે. આ તસવીરમાં બીગ બીએ સાલ ઓઢેલી છે અને તેઓ સ્માઈલ કરી રહ્યા છે.
નોંધનિય છે કે અમિતાભ બચ્ચન પોતાની આવનારી ફિલ્મ ગુડબાયના શૂટિંગ માટે ઉત્તરાખંડમાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે નેશનલ ક્રશ તરીકે ઓળખાતી અને પૂષ્પા ફિલ્મની શ્રીવલ્લી એટલે કે, રશ્મિકા મંદાના પણ છે. થોડા દિવસ પહેલા બીગ બીએ રશ્મિકા સાથે ફોટો શેર કર્યો હતો જેમા તેમણે કેપ્શનમાં લખ્યું હતું પુષ્પા.
જાે આપણે મહાનાયકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમની ઘણી ફિલ્મો આવવાની તૈયારીમાં છે. જેમા ગુડબાય,બ્રહ્માસ્ત્ર, રનવે ૩૪ જેવી ફિલ્મો સામેલ છે. તેમની છેલ્લે આવેલી ફિલ્મ ઝુંડ હતી. જેને નાગરાજે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.
તેને ક્રિટિક્સ તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. તે ફિલ્મમાં અમિતાભે ફુટબોલ કોચ વિજય બરસેનો રોલ નિભાવ્યો હતો. આ રોલને અમિતાભે પોતાની દમદાર એક્ટિંગથી જીવંત કરી દીધો હતો. અમિતાભની ઝુંડ વિજય બરસેની જિંદગીથી પ્રભાવિત છે.HS