સધર્ન કમાન્ડ હેડક્વાર્ટરના ચીફ ઓફ સ્ટાફ વડોદરાની મુલાકાતે

Ahmedabad, સધર્ન કમાન્ડ હેડક્વાર્ટરના ચીફ ઓફ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ ડી.એસ.આહુજા, અતિ વિશિષ્ટ મેડલ, 05 નવેમ્બર 2020ના રોજ વડોદરા ખાતે હેડ ક્વાર્ટર્સ 617 (I)
એર ડિફેન્સ બ્રિગેડ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલની મુલાકાતે આવ્યા હતા. ચીફ ઓફ સ્ટાફને તેમની આ મુલાકાત દરમિયાન, ફોર્મેશનની પરિચાલન તૈયારીઓ અને તાલીમી પ્રવૃત્તિઅો વિશે ફોર્મેશન કમાન્ડરે વિગતવાર માહિતી આપી હતી.
ચીફ ઓફ સ્ટાફને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલના તાલીમ અભ્યાસક્રમ વિશે પણ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ
મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલના ક કમાન્ડન્ટઅને સ્ટેશન કમાન્ડરે વિગતવાર માહિતી આપી હતી. ચીફ ઓફ સ્ટાફે અહીં સૈન્ય દ્વારા ઉભી કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ તેમજ સુરક્ષાના પાસાઓનું નિરક્ષણ કર્યું હતું
અને કોવિડ-19 સામે દેશની જંગમાં નોંધપાત્ર પ્રમાણમાં યોગદાન આપવા માટે તેમના પ્રયાસો અંગે માહિતી મેળવી હતી.
ચીફ ઓફ સ્ટાફે ફોર્મેશન દ્વારા કરવામાં આવેલી પરિચાલન તૈયારીઓની ખૂબ સારી સ્થિતિની તેમજ ફોર્મેશન અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલના તાલીમ નોડ્સ પર અપગ્રેડ કરવામાં આવેલી તાલીમ સુવિધાઓની પ્રશંસા કરી હતી.
ચીફ ઓફ સ્ટાફે અહીં 01 MWની સૌર ઉર્જા પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી વિજળીની બચત થશે અને દર વર્ષે સરકારના અંદાજે રૂપિયા 144 લાખનો આર્થિક ખર્ચ ઘટશે તેમજ ભારતીય સૈન્યની હરિત પહેલમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં યોગદાન મળી રહેશે.