સનકી પ્રેમીએ પ્રેમિકાના પતિને છુટાછેડા આપરવા દબાણ કર્યું
દરભંગા: બિહારના દરભંગામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ હથિયાર ઉઠાવી લીધું છે. પ્રેમીએ પોતાની કથિત પ્રેમિકાના પતિને પિસ્તોલથી ફાયર કરીને પોતાનો ધમકીવાળો વીડિયો સંદેશ મોકલ્યો છે. વીડિયોમાં આરોપીએ કહ્યું કે પત્નીને છૂટાછેડા આપી દે નહીં તો લોહીની નદીઓ વહેશે.
પહેલા પણ પ્રેમિકાના પતિના ઘર પર આરોપી ગાળીબાર કરી ચૂક્યો છે. પ્રેમિકાના સાસરિયામાં ઘરે પત્ર વહેંચી ચૂક્યો છે. ત્યારબાદ પતિ પોલીસ અધિકારીઓના ચક્કર મારી રહ્યો છે. સનકી પ્રેમીએ આ સંદેશ પોતાના મોબાઇલથી વીડિયો બનાવીને પોતાની પ્રેમિકાના પતિને મોકલ્યો છે,
જેમાં તેના હાથમાં પિસ્તોલ છે અને ધમકી ભરેલો સંદેશ મોકલ્યો અને અંતમાં ગોળી ફાયર કરીને પોતાની ઈચ્છા જાહેર કરી દીધી. ખાસ વાત એ છે કે આ પહેલા પણ પ્રેમિકાના પતિ પર જીવલેણ હુમલો કર્યો, પરંતુ રાતના અંધારામાં ગોળી બીજાને વાગી ગઈ. ડરેલો પતિએ તેની ફરિયાદ પોલીસને કરી પરંતુ હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.
જેના કારણે ખૂબ જ ડરેલો પતિ પોલીસ અધિકારીઓના ચકકર મારી રહ્યો છે. પતિ તમામને માત્ર એક જ ફરિયાદ કરી રહ્યો છે કે તેનો જીવ બચાવી લો. ડરનો અંદાજાે એનાથી લગાવી શકાય છે કે સનકી પ્રેમીના કારણે બિચારો પોતાની પત્નીને પણ સાથે નથી રાખી શકતો.
હાલ પોતાની પત્નીને પિયરમાં છુપાઈને રાખવા માટે મજબૂર થયો છે. સમગ્ર મામલો દરભંગાના ખુટવારા ગામનો છે, જ્યાંની રહેવાસી આરતી પોતાના જ ગામના જિતેન્દ્ર કુમાર શર્માથી ટ્યૂશન ભણતી હતી. ભણાવતા ભણાવતાં જિતેન્દ્ર પોતાનું દિલ આરતી પર આફરીન કરી બેઠો, પરંતુ જિતેન્દ્ર પોતાના દિલની વાત આરતીને ન કહી શક્યો.
તે કંઈ વાત કરે તે પહેલા જ આરતીના લગ્ન દરભંગાના રહેવાસી રામલાલ યાદવ સાથે નક્કી થઈ ગયા. તેની જાણકારી જેવી પ્રેમ જિતેન્દ્રને મળી તો તેણે રામલાલને આરતી સાથે લગ્ન કરવા માટે કહ્યું. જિતેન્દ્રએ રામલાલને જણાવ્યું કે તે આરતીને ખૂબ જ પ્રેમ કરે છે.
રામલાલ યાદવે આ બાબત પર ધ્યાન ન આપતાં બે વર્ષ પહેલા આરતી સાથે લગ્ન કરી દીધા. હવે જ્યારે તેમના ઘરમાં એક નાની બાળકી છે તેમ છતાંય સનકી પ્રેમી બનેના લગ્ન તોડાવવા માંગે છે અને રામલાલને તેની પત્નીને છૂટાછેડાની માંગ કરી રહ્યો છે.
દરભંગાના એસડીપીઓ અનોજ કુમારે આવા અનેક વીડિયો પહેલા મળ્યા હોવાનો ઇન્કાર કરતાં કહ્યું કે મીડિયાના માધ્યમથી આ જાણકારી મળી છે. તેની પર તાત્કાલિક કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનનો આદેશ આપવામાં આવ્યો છે. જાેકે તેમનું એવું પણ સ્વીકાર્યું કે રામલલાના ઘરે આ પહેલા પણ ગાળીબારની ઘટના બની હતી જેની ફરિયાદ નોંધવામાં આવી છે.