સનરાઇઝર્સના માલિકની પુત્રી સોશિયલ મીડિયા પર ક્રશ જાહેર
આઈપીએલના ખેલાડીઓની હરાજીમાં યુવતી દેખાઈ-હૈદરાબાદના કેમ્પમાં બેઠેલી કાવ્યાની ટીવી સ્ક્રીનથી લઈને મોબાઈલ સ્ક્રીન સુધી દરેક જગ્યાએ તસવીર વાયરલ થઈ
નવી દિલ્હી, ગત ૧૮ ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૪મી સીઝન માટે ઓક્શન થયું હતું. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં એક યુવતીની ચર્ચાએ ખૂબ જ જાેર પકડ્યું છે. તે ફ્રેન્ચાઈઝી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)ના કેમ્પમાં બેઠી હતી. ટીવી સ્ક્રીનથી લઈને મોબાઈલ સ્ક્રીન સુધી દરેક જગ્યાએ તેની તસવીરો વાયરલ થઈ હતી.
જાણવા મળ્યા મુજબ આ યુવતીનું નામ કાવ્યા મારન છે. તે એસઆરએચ ટીમના માલિક કલાનિધિ મારનની દીકરી છે. આના પહેલા પણ કાવ્યાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જાે કે, આ વખતે તો લોકો તેને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ જાહેર કરી રહ્યા છે. લોકો ટ્વીટર પર કાવ્યાની ઝલક ખૂબ જ શેર કરી રહ્યા છે.
ઓક્શન બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ખેલાડીઓના નામ આ પ્રમાણે છે. ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જૉની બેયરેસ્ટો, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, ઋદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, વિરાટ સિંહ, મિચેલ માર્શ, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાહબાજ નદીમ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થામ્પી, કેદાર જાધવ, મુજીબ ઉર રહમાન, જગીશ સૂચિત.