Western Times News

Gujarati News

સનરાઈઝર્સનો અબ્દુલ સમદ ઓલરાઉન્ડર તરીકે ઊભર્યો

દુબઈ, ભારતની વર્લ્ડ ફેમસ ક્રિકેટ લીગ આઈપીએલ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આઈપીએલમાંથી અનેક ઉભરતા સિતારાઓ નીકળ્યા છે. આ બધા વચ્ચે ભારતને આ વર્ષે એક નવો ઓલરાઉન્ડર પણ મળવા જઈ રહ્યો છે. જે આવનારા સમયમાં ભારતીય ટીમમાં સામેલ થઈ શકે છે.

આઈપીએલ ૨૦૨૧થી ભારતને નવો ઓલરાઉન્ડર મળવા જઈ રહ્યો છે. જે ખુબ નીડર થઈને રમે છે અને તેણે તેની બેટિંગ ક્ષમતાથી પણ બધાને પ્રભાવિત કર્યા છે. જમ્મુ અને કાશ્મીરથી આવેલા ઓલરાઉન્ડર અબ્દુલ સમદે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા સારી રમતનું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીની પ્રશંસા તો દિગ્ગજાે કરી રહ્યા છે.

અબ્દુલ સમદ આ વખતે આઈપીલમાં ઈન્ટરનેશનલ ક્રિકેટના સારા બોલર્સની બોલિંગમાં લાંબા લાંબા છગ્ગા મારતો જાેવા મળ્યો. એટલું જ નહીં સમદ પોતાની બોલિંગથી પણ કમાલ કરી દેખાડવાનો દમ ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાના બેટ, બોલ અને ફિલ્ડિંગથી કમાલ કરે છે.

સમદ પણ કઈક આવો જ કમાલ કરાની ક્ષમતા ધરાવે છે. જાે કે આઈપીએલમાં તે મોટી ઈનિંગ રમાવામાં નિષ્ફળ રહ્યો છે. પરંતુ જાે તેના સ્ટ્રાઈક રેટની વાત કરીએ તો તે બધાને ખાસ પ્રભાવિત કરનારો રહ્યો છે. તે બોલિંગમાં પણ તે સારું એવું રન રોકવાનું કામ કરી રહ્યો છે. છેલ્લી ઓવરોમાં પોતાની દમદાર બેટિંગથી તેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

અબ્દુલ સમદ જમ્મુ અને કાશ્મીર તરફથી ફર્સ્‌ટ ક્લાસ મેચ રમે છે જેમાં તેણે પોતાના સારા પ્રદર્શનની મદદથી આઈપીએલની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદમાં જગ્યા બનાવી. આઈપીએલમાં તેનો હાલનો રેકોર્ડ એટલો સારો નથી રહ્યો પરંતુ ફર્સ્‌ટ ક્લાસ કરિયરમાં તેણે ૩૬ ટી૨૦ મેચો રમી છે જેમા ૨૯ ઈનિંગમાં ૧૪૪.૨૨ ની સ્ટ્રાઈક રેટથી ૫૭૪ રન બનાવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.