સનાતન સંસ્થા વતી અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪ માં લગાવેલ ગ્રંથ પ્રદર્શની નું ઉદ્ઘાટન
અમદાવાદ – અહીંના સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે ૩૦.૧૧.૨૪ તારીખે શરુ થયેલા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪’ માં સનાતન સંસ્થા દ્વારા ગ્રંથ પ્રદર્શની લગાવવામાં આવી છે જેનું ઇન્ડસ યુનિવર્સિટી ના અધ્યક્ષ શ્રી નાગેશ ભંડારીજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નાગેશભાઈ એ નારિયળ વધેરીને પ્રદર્શની નું ઉદ્ઘાટન કર્યું.
તેમને પોતાના શુભકામનાઓ આપતા કહ્યું કે “સનાતન સંસ્થા ધર્મ પ્રસાર નું સારું કાર્ય કરી રહી છે, જેનાથી સમાજમાં ધર્મ અને આપણી સંસ્કૃતિ વિષે જાગૃતિ થાય છે. ” નાગેશભાઈ સાથે આ કાર્યક્રમ માં ડૉ. સુકેતુ જાની, ડેપ્યુટી રજીસ્ટ્રાર, ઇન્ડસ યુનિવર્સિટી પણ આ પ્રદર્શની પર પધાર્યા હતા. ગઈ કાલથી શરુ થયેલું આ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪, ૮ ડિસેમ્બર સુધી ચાલવાનું છે.
સનાતન સંસ્થાની આ પ્રદર્શની ની જાણકારી નીચે આપેલી છે –
ગ્રંથપ્રદર્શની વિશે માહિતી
તારીખ : 30 નવેમ્બર થી 8 ડિસેમ્બર 2024
સમય : સવારે 11 થી રાત્રે 9 વાગે
સ્થળ : હોલ B – સ્ટોલ ક્ર.84, ઇવેન્ટ સેન્ટર, સાબરમતી રિવર ફ્રન્ટ, અમદાવાદ.
સંપર્ક : 9227358838