સપનામાં ૫ વસ્તુ દેખાય તો ઘરમાં થાય ધનના ઢગલા
નવી દિલ્હી, લોકો સપના જાેતા હોય છે. આ સપના સારા અને ખરાબ એમ બંને પ્રકારના સંકેત આપતા હોય છે. સપના શાસ્ત્ર મુજબ દરેક સપનાનો એક ગર્ભિત અર્થ હોય છે. આ સપનું ભવિષ્યની ઘટનાઓનો પૂર્વ સંકેત આપે છે. સપનામાં કેટલીક વિશેષ ચીજાે દેખાય તો ધનલાભના સંકેત મળે છે.
ત્યારે આવો જાણીએ કે સપનામાં કઈ ચીજાે જાેવાથી ધનલાભ થઈ શકે છે. સપના શાસ્ત્ર મુજબ સપનામાં જાે ઉંદર દેખાય તો શુભ છે. સપનામાં ઉંદર દેખાય તેનો અર્થ એ છે કે અચાનક ધનલાભ થવાનો છે. આ સપનું જીવનમાં સમૃદ્ધિનો સંકેત પણ આપે છે.
સપનામાં ગાય દૂધ આપતી જાેવા મળે તો શુભ છે. આ સપનું સુખ સમૃદ્ધિનો સંકેત આપે છે. આ ઉપરાંત સપનામાં ચિતકારી ગાય દેખાવવાનો અર્થ છે વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે. આમ તો અસલ જીવનમાં છોકરી નૃત્ય કરતી જાેવા મળે તો તે મનોરંજનનો ભાગ ગણાય છે.
પરંતુ સપનામાં કોઈ છોકરી નૃત્ય કરતી જાેવા મળે તો ધન પ્રાપ્તિનો સંકેત છે. સપનામાં ભગવાનના દર્શન કરવા અત્યંત શુભ ગણાય છે. આવું સપનું ખુબ જ શુભ ફળ આપનારું મનાય છે. આ સપનાનો અર્થ છે કે દૈવી કૃપા થવાની છે. આ સાથે જ આવનારા સમયમાં સુખ સમૃદ્ધિની સાથે સાથે ધન પ્રાપ્તિ પણ થવાની છે. સપના શાસ્ત્ર મુજબ સપનામાં માછલી દેખાય તો તે પણ શુભ છે. સપનામાં માછલી દેખાવવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.SSS