સપના ચૌધરી હરિયાણા લોકહિત પાર્ટી તરફથી પ્રચાર કરશે
ચંડીગઢ, હરિયાણાની જાણીતી ડાંસર અને ભાજપની નેતા સપના ચૌધરીના એક નિર્ણયથી પાર્ટીના નેતાઓ જ લાલઘુમ છે. સપના ચૌધરીએ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જ પાર્ટી વોરૂદ્ધ પ્રચાર કરવા જઈ રહી છે. સપના ચૌધરીના આ પગલાથી ભાજપને ભારે શરમ અનુંભવવી પડી રહી છે. તો પાર્ટીના નેતાઓમાં પણ ભારોભાર રોષ છે. સપના ચૌધરી હરિયાણા લોકહિત પાર્ટી તરફથી પ્રચાર કરશે.
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ એકપછી એક રીલીઓ ગજવી રહ્યાં છે. તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી સહિતના નેતાઓએ પ્રચારની કમાન સંભાળી છે. રાજ્યમાં ભાજપનીએ સ્થિતિ મજબુત માનવામાં આવી રહી છે. ત્યારે ભાજપની જ નેતા અને જાણીતિ ડાંસર સપના ચૌધરીએ સૌકોઈને આશ્ચર્ય પમાડે તેવો નિર્ણય લીધો છે.
સપના ચૌધરી ભાજપના બદલે હરિયાણા લોકહિત પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. સપના સિરસા અને રાનિયામાં ગોપાલ કાંદા અને તેમના ભાઈ માટે ચૂંટણી પ્ર ચાર કરશે. સપનાના આ નિર્ણયને લઈને ભાજપના જ સ્થાનિક નેતાઓ લાલઘુમ છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ સપના ચૌધરીને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી તરફથી પ્રચાર કરવા કહ્યું હતું. પણ સપના ચૌધરીએ ભાજપના કોઈ જ ઉમેદવાર માટે પ્રચાર કર્યો નથી અને હવે અચાનક જ વિરોધી ઉમેદવારો માટે પ્રચાર કરશે.ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં શામેલ થઈ હતી. તે પાર્ટીની પ્રાથમિક સભ્ય છે.