સપાએ પોતાની ૫૨ ટકા વોટબેેક પછાત જાતિને આકર્ષિત કરવાની યોજના બનાવી
લખનૌ: સમાજવાદી પાર્ટીએ પછાત અને અતિ પછાત જાતિઓને એક કરવાની નવી રણનીતિ બનાવી છે.આ હેઠળ પ્રદેશને ચાર ભાગમાં વિતરીત કરી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનું સુકાન પછાત વર્ગ સેલના પ્રદેશ અધ્યક્ષ અને વિધાન પરિષદના સભ્ય રાજપાલ કશ્યપે સંભાળ્યું છે કશ્યપ વિધાનસભા ક્ષેત્રવાર કાર્યકર્તા સંમેલન કરી રહ્યાં છે આ સાથે જ તે અતિ પછાત વર્ગના કાર્યકરોના ધરે પણ જઇ રહ્યાં છે અભિયાન દ્વારા જાતીય ગોલબંધીની સાથે સંબંધિત વિધાનસભા વિસ્તારના રાજકીય સમીકરણની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે તેની શરૂઆત પૂર્વાચલથી થઇ છે.
સપા પછાત જાતિયને પોતાની વોટબેંક માને છે પરંતુ વિરોધ પક્ષ યાદવ મુસ્લિમને છોડી અન્ય જાતિઓમાં કોઇને કોઇ રીતે સેંધમારી કરવામાં સફળ રહે છે વિધાનસભા અને લોકસભા ચુંટણીમાં પરાજય બાદ થયેલી સમીક્ષામાં એ વાત સામે આવી છે કે અતિ પછાત વર્ગની વોંટબેંક પાર્ટીમાં આવી શકી ન હતી આવામાં ચુંટણી મેદાનમાં ઉતરતા પહેલા જ
આ વખતે આ જાતિઓને આકર્ષિત કરવાનું શરૂ કરાયું છે સપાએ પછાત અને અતિ પછાત જાતિઓને એક કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. તેમાં વિધાનસભા ક્ષેત્રવાર અતિ પછાત જાતિઓ પર વિશેષ ફોકસ કરવામાં આવી રહ્યો છે તેના આધાર પર સંગઠનમાં પણ ભાગીદારી વધારવામાં આવી રહી છે રાજપાલ કશ્યપ સુલ્તાનપુર,જૌનપુર ગાજીપુર ચંદોલીમાં વિધાનસભા ક્ષેત્રવાર સંમેલન કરી ચુકયા છે. હવે તેઓ સોનભદ્ર મિર્ઝાપુર ભદોહી પ્રયાગરાજમાં પણ સંમેલન કરનાર છે.
અતિ પછાત જાિ માટે એક એક કાર્યને મંચ અને દસ્તાવેજ દ્વારા તેમના સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. આગામી તબક્કામાં મધ્ય યુપી અને ત્યારબાદ બુંદેલખંડમાં આ અભિયાન ચલાવાશે અંતિમ તબક્કામાં પશ્ચિમી યુપીને સામેલ કરવામાં આવ્યું છે પછાત અને અતિ પછાત જાતિને લઇ સપાની સામે બેવડો પડકાર છે એક તરફ ભાજપ અને બસપા સક્રિય છે તો બીજી તરફ અલગ અલગ જાતિના નવા સંગઠન પણ ચુંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે આવામાં સપા પછાત વર્ગ સેલ દ્વારા આ આધાર વોંટબેંકને આકર્ષિત કરવામં લાગ્યું છે.
પ્રદેશનું જાતીય ગણિત જાેવામાં આવે તો લગભગ ૫૨ ટકા વોટબેંક પછાત જાતિની માનવામાં આવે છે તેમાં લગભગ ૪૨ ટકા બિન યાદવ વોટબેંક છે આ વોટબેંક સમયની સાથે અલગ અલગ પાર્ટીઓની સાથે રહે છે આ રીતે ૧૬ જીલ્લામાં લગભગ ૧૨ ટકા કુર્મી અને ૧૩ જીલ્લામાં લગભગ ૧૦ ટકા મૌર્ય,કુશવાહા અને શાકય છે આ રીતે મધ્ય પશ્ચિમ અને બુંદેલખંડને મિલાવી લગભગ ૨૩ જીલ્લામાં પાંચથી ૧૦ ટકા લોઘ વોટબેંક ગંગા યમુના ગોમતિ સહિત વિવિધ નદી કિનાર વસેલ વસ્તીમાં લગભગ ૬ ટકા મલ્લાહ વોંટબેંક માનવામાં આવે છે. આ ઉપરાંત લોહાર કોહાર બિયાર અને અન્ય જાતિઓ અલગ અલગ પોકેટમાં નિર્ણયક ભૂમિકામાં છે. એ યાદ રહે કે લોકસભા ચુંટણીમાં ભાજપ પછાત વર્ગને આકર્ષિત કરવામાં સફળ રહી હતી આજ કારણ છે કે આગામી વિધાનસભા ચુંટણી પહેલા સપા આ વર્ગને પોતાની સાથે જાેડવા માટે અત્યારથી જ સતર્ક થઇ ગઇ છે.