Western Times News

Gujarati News

સપાનાં સાંસદ આઝમ ખાનની તબિયત એકવાર ફરી લથળી

લખનૌ: સપાનાં સાંસદ આઝમ ખાનની તબિયત ફરી લથળી છે. આના પર આઝમ ખાનને સીતાપુર જેલથી લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવા માટે લાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, તેમને ગયા અઠવાડિયે જ મેદાંતાથી રજા આપવામાં આવી હતી. સોમવારે જેલમાં રહેલા આઝમ ખાનનું ઓક્સિજનનું સ્તર ૯૦ પર પહોંચ્યું ત્યારે હંગામો મચી ગયો હતો. આ પછી, ડોકટરોની એક ટીમને તપાસ માટે બોલાવવામાં આવી હતી, પરંતુ તેમની હાલત નાજુક જાેઈને એમ્બ્યુલન્સ દ્વારા લખનઉ મેદાંતા મોકલવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં બંધ સમાજવાદી પાર્ટીનાં નેતા આઝમ ખાન વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, તેમની તબિયત અચાનક લથડી છે અને આ કારણે, ડોકટરોની એક ટીમ આજે એટલે કે સોમવારે સવારે તેમની સારવાર માટે જેલની અંદર પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમની તબિયત વધુ ખરાબ છે, જેના કારણે તેમને હવે લખનઉ ખસેડાયા છે. અહીં તેમની સારવાર કરવામાં આવશે. આજે એટલે કે સોમવારે સવારથી સીતાપુર જેલની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા આઝમ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જણાવી દઇએ કે, તે કોરોના ઇન્ફેક્શનની પકડમાં આવી ગયા હતા અને આ કારણોસર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં લગભગ અઢી મહિના સુધી તેમની સારવાર કરવામાં આવી હતી અને તે પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ થયા બાદ ફરી એકવાર તેમને સીતાપુર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. આપ બધાને ખબર જ હશે કે સમાજવાદી પાર્ટીનાં દિગ્ગજ નેતા આઝમ ખાન ગયા વર્ષે ફેબ્રુઆરીથી સીતાપુર જેલમાં છે. જણાવી દઇએ કે, ગેરકાયદેસર જમીન પચાવી પાડવી, બનાવટી કાગળો રજૂ કરવા સહિતનાં કેટલાક અન્ય મુદ્દાઓમાં તેમની વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે.

આઝમ ખાન સિવાય તેમના પુત્ર અબ્દુલ્લા પણ આ સમયે જેલમાં છે, પરંતુ આઝમ ખાનની પત્ની તાજિનને જામીન મળી ગયા છે. આઝમ ખાન વિશે વાત કરીએ તો તે હાલમાં ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠક પરથી સાંસદ છે. ભૂતકાળમાં, તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, અને ઘણી વખત રામપુરથી ધારાસભ્ય પણ ચૂંટાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.