સપાના દરવાજા તમામ નાના પક્ષો માટે ખુલ્લા છે : અખિલેશ યાદવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Akhilesh-Yadav.jpg)
લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં યોજાાર વિધાનસભા ચુંટણીમાં ગઠબંધન માટે તેમની પાર્ટીના દરવાજા તમામ નાના પક્ષો માટે ખુલ્લા છે અને તે પ્રયાસ કરશે કે આવા તમામ પક્ષ ભાજપને હરાવવા માટે એક સાથે આવે.ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચુંટણી થનાર છે સપા પ્રમુખે કોઇનું નામ લીધા વિના કહ્યું કે અનેક નાની પાર્ટીઓ પહેલાથી જ અમારી સાથે છે અને અન્ય પણ અનેક અમારી સાથે આવશે
યાદવને જયારે રાજયની તમામ બેઠકો પર ચુંટણી લડવાની તૈયારી કરી રહેલ તેમના કાકા શિવપાલ સિંહ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની બાબતમાં ખાસ કરીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે પ્રયાસ કરીશું કે તમામ પક્ષ એક થાય ઓમ પ્રકાશરાજભરના એસબીએસપીના નેતૃત્ત્વવાળા ભાગીદારી સંકલ્પ મોરચાની બાબતમાં જેમાં એઆઇએમઆઇએમ નેતા ઓવૈસી પણ એક સાથી છે તેના સંદર્ભમાં અખિલેશે કહ્યું કે અત્યાર સુધી તેમની સાથે કોઇ વાતચીત થઇ નથી બસપા પ્રમુખ માયાવતી અને કોંગ્રેસ નેતાઓ દ્વારા તેમની પાર્ટી પર કરવામાં આવી રહેલ તીખા પ્રહારો બાબતે યાદવે કહ્યું કે બસપા અને કોંગ્રેસે નક્કી કરવું જાેઇએ કે તેમની લડાઇ ભાજપ સાથે છે કે સપા સાથે.
અખિલેશ યાદવને ૩૫૦ બેઠકો જીતવાના દાવાની યાદ અપાવવા પર કહ્યું કે લોકોમાં આક્રોશ છે અને તે રાજયમાં ભાજપને ઉખાડી ફેંકવા માટે એક તકની રાહ જાેઇ રહ્યાં છે ૩૫૦નો આંકડો અમારા માટે અનુકૂળ છે અને અમારા કાર્યકાળમાં કરવામાં આવેલા વિકાસ કાર્યને યાદ કરી લોકો હવે અનુભવી રહ્યાં છે કે તેમણે ૨૦૧૭માં ભુલ કરી હતી અને ભાજપે તેમને ખોટું બોલી મુર્ખ બનાવ્યા હતાં પરંતુ આ વખતે આમ થશે નહીં.
પેગાસસ જાસુસી વિવાદ પર સપા પ્રમુખે કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને સરકાર આ કામમાં વિદેશી શક્તિઓની મદદ કરી રહી છે ભાજપ અનેક રાજયોમાં શાસન કરી રહી છે પરંતુ એ વિડંબના છે કે સરકાર જાસુસીના માધ્યમથી શું ખબર અને શું શોધવાનો પ્રયાસ કરી રહી છે ભાજપ ખુદને રાષ્ટ્રવાદી કહે છે શું આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો નથી,શું તે ખુદ દેશદ્રોહી નથી સરકાર જાસુસીમાં સામેલ છે અને ત્યાં સુધી કે ન્યાયાધીશોને પણ છોડયા નથી ભાજપે લોકતંત્રને નબળુ કરી દીધુ છે અને તે કેન્દ્રીય સંસ્થાનોનો દુરૂપયોગ કરી રહી છે.