સપાના નેતા આઝમ ખાનને જામીનનો સુપ્રીમનો ઈનકાર
લખનૌ, જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આઝમ ખાનને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, જામીન અંગેનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે હાઈકોર્ટમાં જ તેની સુનાવણી થવી જાેઈએ.
સુપ્રીમ કોર્ટે સાથે સાથે હાઈકોર્ટને આઝમ ખાનને આ મામલાની સુનાવણી ઝડપથી કરવા માટે કહ્યુ છે.એ પછી આઝમ ખાને સુપ્રીમ કોર્ટમાંથી પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. હાલમાં સીતાપુર જેલમાં બંધ આઝમ ખાને વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ જામીન માંગ્યા હતા.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, યુપી સરકાર જાણી જાેઈને હાઈકોર્ટમાં અરજીની સુનાવણીમાં મોડુ કરી રહી છે .જેથી હું ચૂંટણી પ્રચાર ના કરી શકું. આઝમખાનના વકીલ કપિલ સિબ્બલે કહ્યુ હતુ કે, મારા અસીલની સામે ૪૭ કેસ છે.તેમની સામે રાજનીતિ કરવામાં આવી રહી છે.
આ સાંભળીને સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, રાજનીતિની વાત અહીંયા કરવાની જરુર નથી. સિબ્બલે કહ્યુ હતુ કે, હાઈકોર્ટમાં આ મામલામાં બે મહિનાથી પિટિશન કરાઈ છે પણ ર્નિણય અપાયો નથી.આઝમ ખાનને ચૂંટણી પ્રચાર માટે જામીન મળે તે જરુરી છે. આ પહેલા આઝમ ખાનના પુત્રને જામીન અપાયા છે.તે પણ યુપી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.SSS