સપાનું ચરિત્ર અને ચહેરો હંમેશા જ દલિત વિરોધી : માયાવતી

લખનૌ: પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની બસપાના ધારાસભ્યોની મુલાકાત પર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ટ્વીટ કરી હુમલો કર્યો છે. માયાવતીએ કહ્યું કે જગજાહેરમાં સપાની ચાલ ચરિત્ર અને ચહેરો હંમેશા જ દલિત વિરોધી રહ્યો છે. બસપામાંથી બરતરફ ધારાસભ્યોને મળવાનો મીડિયામાં પ્રચારિત કરવા માટે સપાએ આ નવું નાટક યુપીમાં પંચાયત ચુંટણી બાદ અધ્યક્ષ અને બ્લોક પ્રમુખની ચુંટણી માટે કરવામાં આવેલ પેંતરાબાજી વધુ લાગે છે.
માયાવતીએ લખ્યું કે ધૃણિત જાેડતોડ દ્રેષ અને જાતિવાદ વગેરેની સંકીર્ણ રાજનીતિમાં માહિર સમાજવાદી પાર્ટી મીડિયાના સહારે એ પ્રચારિત કરવું કે બસપાના કેટલાક ધારાસભ્યો તુટી સપામાં આવી રહ્યાં છે ઘોર દેખાડો છે. સપામાં જાે આ બરતરફ ધારાસભ્યો પ્રત્યે થોડી પણ ઇમાનદારી હોત તો અત્યાર સુધી તેમને અંધારામાં રાખતા નહીં કારણ કે તેમને એ ખબર છે કે બસપાના જાે આ ઘારાસભ્યોને લેવામાં આવશે તો સપામાં બળવો અને ફુટ પડશે જે બસપામાં આવવા આતુર બેઠા છે.
તેમણે કહ્યું કે જાહેર છે કે સપાની ચાલ ચરિત્ર અને ચહેરો હંમેશા જ દલિત વિરોધી રહ્યો છે જેમાં થોડા સુધાર માટે તે કયારેય તૈયાર નથી આ કારણે સપા સરકારમાં બસપા સરકારના જનહિતના કામોને બંધ કરી ખાસ કરીને ભદોઇને નવા સંત રવિદાસ નગર જીલ્લો બનાવવાનું પણ બદલી નાખ્યું જાે અતિ નિંદનીય છે.
તેમણે કહ્યું કે બસપાના બરતરફ ધારાસભ્યોને મળવા વગેરે મીડિયામાં પ્રચારિત કરવા માટે સપા દ્વારા કરવામાં આવેલ આ નાટક છે. આ યુપીમાં પંચાયત ચુંટણી બાદ અધ્યક્ષ અને બ્લોક પ્રમુખની ચુંટણી માટે કરવામાં આવેલ પેંતરાબાજી વધુ લાગે છે યુપીમાં બસપા જન આકાંક્ષીઓની પાર્ટી બની ઉભરી છે જે જારી રહેશે