સપા નેતાઓએ વિધાન ભવનમાં બોટલોમાં પેટ્રોલ અને ડીઝલ લઇ પ્રદર્શન કર્યા
લખનૌ: ઉત્તરપ્રદેશ વિધાન મંડલનું બજેટ સત્ર આજે રાજયપાલ આનદીબેન પટેલના બંન્ને ગૃહોની સંયુકત બેઠકમાં અભિભાષણથી શરૂ થયું હતું વિધાનમંડલ સત્રમાં રાજયપાલના અભિભાષણ પહેલા જ મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો તથા વિધાન પરિષદના સભ્યોએ વિધાન ભવનના પરિસરમાં હંગામો કર્યો આ સભ્યોએ ચૌધરી ચરણ સિંહની પ્રતિમાની પાસે બેસી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં સભ્યો પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં સતત વધારાની સાથે જ કાયદો અને વ્યવસ્થાને લઇ સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં
વિધાન ભવન જેવા સંવેદનશીલ સ્થળ પર સમાજવાદી પાર્ટીના નેતા તમામ સુરક્ષા વ્યવસ્થાને ખરાબ બતાવી બોટલોમાં પેટ્રોલ અને ડીઝલ લઇ પ્રવેશ કરી ગયા હતાં આ દરમિયાન આ સભ્યોએ પેટ્રોલ તથા ડીઝલથી ભરેલ બોટલોની સાથે પ્રદર્શન કર્યાં
સપાના સભ્યોએ કહ્યું કે વિધાન ભવનમાં કિસાનોની સમસ્યાની સાથે મોંધવારી તથા કૃષિ કાનુના વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા છે કિસાન આંદોલનના સમર્થનમાં સપા પાર્ટીના ધારાસભ્ય ટ્રેકટર પર શેરડી લઇ વિધાનસભા પહોંચ્યા હતાં. વિધાનસ પરિષદના સભ્ય સુનીલ સિંહ સાજન તથા આનંદ ભદૌરિયાની આ દરમિયાન માર્ગ પર ખુબ સમય સુધી પોલીસ સાથે બોલાચાલી થઇ હતી
આ દરમિયાન વિધાનસભા માર્ગ પર ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો હતો કોઇ પણ પ્રકારના વાહનોને આ માર્ગ પર જવાની મંજુરી આપવામાં આવી ન હતી.
દરમિયાન સપાના ધારાસભ્યો અને વિધાન પરિષદના સભ્યો બાદ કોંગ્રેસના નેતા પણ વિધાનસભા પરિસરમાં યોગી આદિત્યનાથ સરકારની વિરૂદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા હતાં વિધાનમંડલના નેતા અરાધના મિશ્રા મોનાની સાથે વિધાન પરિષદના સભ્ય દીપક સિંહે પણ મોંધવારી કૃષિ કાનુન તથા ઉત્તરપ્રદેશની ખરાબ કાનુન વ્યવસ્થાને લઇ સરકારની વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં.