સપા-બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં લીધુ હતું: અમિત શાહ

મુઝફ્ફરનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં લીધુ હતું. ધર્મ અને જાતિના આધારે અહીં રાજનીતિ કરનારાઓની બોલબાલા હતી. તેમણે એસપી આરએલડીગઠબંધન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે યુપીમાં જાે તેમની સરકાર આવી તો જયંત ચૌધરી ગાયબ થઈ જશે અને આઝમ ખાન આવી જશે.
ગૃહમંત્રી અમિત શાહ મુઝફ્ફરનગરમાં પ્રભાવી મતદાતા સંવાદ કાર્યક્રમને સંબોધિત કરવા પહોંય્યા હતા. તેમણે કહ્યું કે ૨૦૧૭માં અહીં યોગી આદિત્યનાથજીની સરકાર બન્યા બાદ તમામ ગુંડાઓ ઉત્તર પ્રદેશની સરહદની બહાર જતા રહ્યા છે. તેમણે કહ્યું કે આ જ મુઝફ્ફરનગર છે જેણે ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯માં ભાજપની યુપીમાં પ્રચંડ જીતનો પાયો નાખવાનું કામ કર્યું છે. અહીંથી લહેર ઉઠે છે જે કાશી સુધી જાય છે અને અમારા વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખે છે.Hs