સપા સરકારના કાર્યોને ભાજપ સરકાર પોતાના નામે કરી રહી છે: અખિલેશ

લખનૌ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીના પાટનગરમાં સુપર સ્પેશિલિટી કેન્સર ઇસ્ટીટયુટ એન્ડ હોસ્પિટલના લોકાર્પણને લઇ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર સપાના કામને પોતાનાના નામે ચઢાવી રહી છે સપા વડા અખિલેશ યાદવે ટિ્વટરના માધ્યમથી પોતાની એક કેન્સર હોસ્પિટલની સામે તસવીર પોસ્ટ કરી છે.
યાદવે ટ્વીટ કરી લખ્યું છે કે સપાના લખનૌમાં બનાવવામાં આવેલ સુપર સ્પેશિલિટી કેન્સર ઇસ્ટીટયુટ એન્ડ હોસ્પિટલના લોકાર્પણ પર જનતાને અભિનંદન ઉતરપ્રદેશની જનતા માટે કરવામાં આવેલ સપાના જનહિતકારી કામોમાં આ પણ એક પાયાનો પથ્થર છે લાગે છે કે ઉત્તરપ્રદેશની સરકાર સપાના કામને પોતાના નામે કરાવી રજુ કરી રહી છે. સપાનું કામ જનતાને નામ અખિલેશે કહ્યું કે ભાજપની સરકાર માત્ર વાતો કરી રહી છે.રાજયમાં મહિલાઓ સુરક્ષિત નથી યુવાનોને નોકરીઓ મળી રહી નથી.અપરાધીઓની બોલબાલા છે.
એ યાદ રહે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે લખનૌ ખાતે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરી દીધુ આ દરમિયાન તેમણે કહ્યું કે કોવિડ કાલનો સૌથી મોટો પાઠ ચિકિત્સકીય સુવિધાઓને સારી કરવાની જરૂરત છે. ટાટા ટ્રસ્ટના સહયોગથી લખનૌમાં સ્થાપિત આ કેન્સર સંસ્થાન સમગ્ર ઉત્તરપ્રદેશ માટે મોટી સુવિધા આપનાર છે મુખ્યમંત્રીએ કહ્યું કે હજુ શરૂઆતમાં કેન્સર હોસ્પિટલની ક્ષમતા ૫૪ બેડની છે તેને તાકિદે ૭૫૦ની ક્ષમતામાં ફેરવવામાં આવશે આગામી તબક્કામાં ૧૨૫૦ બેડની ક્ષમતા સુધી લઇ જવાનો લક્ષ્ય છે.HS