સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાશે કે કોરોનાને કારણે ચૂંટણી નહી યોજાય ??
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજવી કે કેમ ? તેને લઈને હજુ સુધી ચૂંટણીપંચ તરફથી કોઈ જ નિર્ણય કરાયો નથી. પરંતુ રાજકીય પક્ષો નિયત સમયમાં ચૂંટણી યોજાય તેવો આગ્રહ રાખી રહયા છે અને તેના માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહયા છે જાેકે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જાેતા આ ચૂંટણી યોજાશે કે કેમ?? તેને લઈને શંકા- કુશંકા પ્રવર્તી રહી છે. રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે તેની નોંધ વડાપ્રધાને તાજેતરમાં લીધી છે વળી કોરોનાની સ્થિતિને જાેતા ચૂંટણીપંચ આ ચૂંટણી મુલત્વી પણ રાખી શકે છે. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિધાનસભાની પેટાચૂંટણીઓ તમામ યોગ્ય તકેદારી સાથે યોજવાની આવશ્યકતા સાથે સમયસર ચૂંટણી યોજાય તેવો મત વ્યક્ત કર્યો હતો જયારે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણીપંચને એક પત્ર લખીને પેટાચૂંટણી નિયત સમયમાં યોજવા માંગી કરી છે ઉલ્લેખનીય છે કે ચૂંટણી બંધારણીય આવશ્યકતા મુજબ ૧પમી સપ્ટેમ્બર સુધીમાં યોજવી જરૂરી છે.