સપ્ટેમ્બરમાં વરસાદની સાથે ઠંડીનું જાેર પણ વધશે, દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડાની ભીતી
નવીદિલ્હી: સપ્ટેમ્બર મહિનામાં પ્રશાંત મહાસાગરમાં ફેરફાર થવાને કારણે ભારે વરસાદ સાથે ઠંડીનું જાેર પણ વધશે. સાથેજ દક્ષિણના રાજ્યોમાં વાવાઝાડું આવશે તેવી આશંકા પણ સેવાઈ રહી છે.હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે સપ્ટેમ્બરમાં પ્રશાંત મહાસાગરમાં ફેરફારને કારણે દેશમાં ભારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં સામાન્યથી ભારે વરસાદ પડતો રહેશે. જાેકે આ મુદ્દે આઈએમડીના વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારથી ઉતાવળમાં આ મુ્દ્દે આગાહી ન કરી શકાય.
ગત વર્ષે પણ પ્રશાંત મહાસાગરમાં થયેલા ફેરફારને કારણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે તે સમયે ઠંડી પણ ફેલાઈ ગઈ હતી. જેથી આ વખતે પણ આવોજ વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. જુલાઈમાં આઈએમડી પુણે દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રશાંત મહાસાગરના અમુક ફેરફારો જાેવા મળી રહ્યા છે. જે ફેરફારોને કારણે તાપમાનમાં ઘટાડો આવશે અને ઠંડીનું પ્રમાણ વધી જશે.
જાેકે આ સમગ્ર મામલે નેશનલ ઓસિયાનિક એન્ડ એટમોસ્ફિટરિક પ્રશાસને કહ્યું કે પ્રશાંત મહાસાગરમાં ફેરફાર સપ્ટેમ્બરથી નવેમ્બરમા આવી શકે છે. જેના કારણે ઠંડીમાં વધારો થશે. જેથી વર્ષે શીયાળાની શરૂઆતમાં ભારે ઠંડી પડી શકે છે. આઈએમડીનું કહેવું છે કે ફેરફારને કારણે સપ્ટેમ્બરમાંજ ભારે અસર થઈ શકે છે. જેમા તાપમાનનો પારો નીચે ગગડશે. પરિણામે ઓગસ્ટ અને સપ્ટેમબરમાં જે વરસાદ પડશે. તે વરસાદની અસર સામાન્ય વરસાદ કરતા ભારે રહેશે.
ઉલ્લેખનીય છે કે પ્રશાંત મહાસાગરમાં જે ફેરફાર થશે તેના કારણે બંગાળની ખાડીમાં સાઈકલોનની પણ અસર થઈ શકે છે. જેમાં આધ્રપ્રદેશ, બંગ્લાદેશ. બંગાળ, અને ઓડિશામાં તેની અસર સૌથી વધારે થઈ શકે છે.