Western Times News

Gujarati News

સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શન 1.17 લાખ કરોડ

નવી દિલ્હી, ઓગસ્ટ મહિનાના મુકાબલે સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનને લઈને સરકારને રાહત થાય તેવા આંકડા સામે આવ્યા છે.

સપ્ટેમ્બર મહિનામાં સરકારનુ જીએસટી કલેક્શન 1.17 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. ઓગસ્ટ મહિનામાં સરકારને જીએસટી તરીકે 1.12 લાખ રૂપિયાની આવક થઈ હતી.

ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના મુકાબલે જીએસટી કલેક્શનમાં 23 ટકા વધારો થયો છે. જાણકારોનુ માનવુ છે કે, કલેક્શનમાં થઈ રહેલો વધારો ઈકોનોમીમાં રિકવરીનો સંકેત આપી રહ્યો છે.

સરકારનુ જીએસટી કલેક્શન ઓગસ્ટ મહિનામાં 1.12 લાખ કરોડ રૂપિયા, ઓગસ્ટ મહિનામાં 86449 કરોડ, જુલાઈમાં 1.16 લાખ કરોડ અને જુન મહિનામાં 92849 કરોડ રૂપિયા નોંધાયુ હતુ.

ગુજરાતની વાત કરવામાં આવે તો રાજયામાંથી 7780 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન સપ્ટેમ્બર મહિનામાં થયુ છે. મોટાભાગના રાજ્યોમાં જીએસટી કલેક્શનમાં ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનાના મુકાબલે વધારો નોંધાયો છે. અન્ય રાજ્યોમાંથી થયેલુ જીએસટી કલેક્શન નીચે પ્રમાણે છે

જમ્મુ કાશમીર 377 કરોડ, હિમાચલ પ્રદેશ 680 કરોડ, પંજાબ 1194 કરોડ, દિલ્હી 3605 કરોડ, યુપી 5692 કરોડ, બિહાર 876 કરોડ, પશ્ચિમ બંગાળ 3393 કરોડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.