Western Times News

Gujarati News

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં કડાકો

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: કોરોનાની અસર વિશ્વના દરેક રાષ્ટ્ર પર પડી છે. ભારતમાં પણ ૧૦૦થી વધુ શકાસ્પદ કેસો માલુમ પડયા છે. જેમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્રના ૩૩ શંકાસ્પદ કેસો છે. કોરોનાને કારણે શેર બજાર બે દિવસની રજા બાદ ખુલતાં જ સેન્સેક્સ તથા નીફટીમાં ભારે કડાકો જાવા મળતાં જ રોકાણકારો દિવસ બગડ્યો તેમ જણાવતા જાવા મળ્રતા હતા.

આજે બજાર ખુલતા જ ૧૬૦૦ પોઈન્ટનો સેન્સેક્સમાં તથા નીફટીમાં પ૦૦ પોઈન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. ઉઘડતા બજારે જ ભારે કડાકો થતાં રોકાણકારોમાં ભારે હતાશા વ્યાપી જવા પામી છે. તથા શેરો વેચવા માટે ભારે અફડાતફડી પણ જાવા મળી હતી. શેરબજારના તજજ્ઞોનું માનવું છે કે શેરબજારમાં હાલમાં સુધારો થાય તેમ જણાતું નથજી. વિશ્વના બધા જ બજારોમાં આજ પરિÂસ્થતિ સર્જાઈ છે. કોરોનાને કારણે વિશ્વના અનેક દેશો સામે વ્યાપાર ઠપ્પ થઈ ગયો છે.

કોરોનાની અસર આયાત-નિકાસ પર જાવા મળે છે. ચીન, જાપાન, જર્મની, ઈટાલી, ઈરાન તથા સાઉદીના દેશોમાં તથા અમરેકામાં કોરોનાને કારણે માઠી અસર જાવા મળી રહી છે. આમ, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ બજારોની સ્થિતિ  વધુ ખરાબ બનાવી દીધી છે. દેશમાં પણ કોરોનાને કારણે ૩ મૃત્યુ થયા તથા કેસની સંખ્યા ૧૦૩ . તેને કારણે પણ ઘણા ઉદ્યોગોનો વ્યાપાર ઠપ્પ થઈ ગયો છે. બ્લેક ફ્રાઈડે રોકાણકારોએે બજાર સુધરવાની આશા હતી. પરંતુ બજાર ઉઘડતા જ જે કડાકો જાવા મળ્યો તેને કારણે નાના-મોટા રોકાણકારોમાં હવે શું થશે? તેમ પૂછી રહ્યા છે.

જાણકારોનું કહેવું છે કે છેલ્લા વર્ષોમાં ક્યારેય સેન્સેક્સમાં કે નિફટીમાં આટલો મોટો કડાકો જાવા મળ્યો નથી. ડોલર મજબુત થતાં રૂપિયો પણ ગગડી રહ્યો છે. શેરબજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયુ છે. ર૦૦૮ની કટોકટી બાદ ફરી એકવાર કટોકટી સર્જાય એવી આશંકા સેવાઈ રહી છે. જ્યાં સુધી વિશ્વના દેશો તથા યુરોપના દેશોમાં વાયરસના કેસો ઘટશે નહીં ત્યાં સુધી શેરબષજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ રહેશે તેમ તજજ્ઞોનું કહેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.