સપ્તાહની ભાગ્યવાણી : તા.રપ.૧૧.ર૦૧૯ થી તા.૩૦.૧૧.ર૦૧૯
મેષ: સોમવાર ધંધા વ્યવસાયમાં સાવચેતી રાખશો દગો ફટકો થશે. મંગળવાર જમીન વાહન તેમજ માતાપિતા તરફથી ધન લાભ થશે. બુધવાર મિત્રો તેમજ વડીલોના સાથ સહકારથી ધંધા રોજગારમાં પ્રગતી થાય. ગુરૂવાર ધાર્મીક કારણોસર યાત્રા થાય સંતાનો તેમજ સંતાનોના મિત્રોથી ધનલાભ થાય. શુક્રવાર સમાજ તેમજ સાધુ સંતોના કાર્યોમાં યશ મળશે. શનિવાર ઝડપી નીર્ણય લેવાથી દરેક જગ્યાએ લાભ થાય. રવિવાર માનસીક ઉશ્કેરાટ રહે સંયમ રાખવો જરૂરી છે. |
વૃષભ: સોમવાર આજે યાત્રા પ્રવાસમાં વિશ્વાસઘાત તેમજ ચોરી થાય તવા યોગ છે. મંગળવાર શ્વસુર પક્ષ તેમજ જીવનસાથીની મદદથી કામોમાં સફળતા મળશે. બુધવાર આજરોજ આપને અકસ્માત તેમજ વાગવા પડવાના યોગ છે. ગુરૂવાર જુના તેમજ વારસામાં મળેલ મકાનોના વેચાણથી લાભ થાય. શુક્રવાર પરદેશ અંગેના કામોમાં નિષ્ફળતા મળશે. શનિવાર દરેક કામોમાં વિધ્નો આવે ચિંતાવાળો દિવસ છે. રવિવાર પરીવાર સાથે આનંદ અને મોજ મજામાં દિવસ પસાર થાય. |
મિથુન : સોમવાર વાહન અકસ્માત તેમજ તંદુરસ્તીમાં ગરબડ થાય. મંગળવાર નાણાંકીય મુશ્કેલીઓ આવશે ખર્ચનું પ્રમાણ વધશે. બુધવાર ભાગીદારી તેમજ દરેક ક્ષેત્રના કામોમાં સફળતા મળશે. ગુરૂવાર હકારાત્મક વિચારો વધશે કામકાજમાં સફળતાઓ મળશે. શુક્રવાર પિતાની તંદુરસ્તી તેમજ વડીલ વર્ગના આરોગ્યમાં મુશ્કેલીઓ આવશે. શનિવાર મિત્રો તેમજ ભાઈઓ તરફથી લાભ થાય. રવિવાર નાણાકીય આયોજન સફળ થાય ધન મળશે. |
કર્ક : સોમવાર દામ્પત્ય જીવનમાં વિખવાદ તેમજ મનદુઃખ વધશે. મંગળવાર ભાગીદારો સાથે તેમજ જાહેર જીવનમાં વાદ વિવાદ અને માનહાની થાય. બુધવાર આપના ધંધા વ્યવસાયમાં ચોરી તેમજ છેતરપીંડીનો અનુભવ થાય. ગુરૂવાર ધાર્મીક કામોમાં આપના નાણાંનો ખર્ચ થશે દાનમાં પણ ખર્ચ કરશો. શુક્રવાર ઋતુજન્ય બિમારીના કારણે આરોગ્યમાં તકલીફ થાય. શનિવાર આજે આપને સારા અને ખરાબ બંને અનુભવ થાય. રવિવાર વાણી અને વર્તન પર સંયમ રાખવો જરૂરી છે. |
સિંહ : સોમવાર શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય મુશ્કેલ કામો સરળતાથી પૂર્ણ થાય. મંગળવાર સગા સંબંધીઓ તેમજ મોસાળ પક્ષના સભ્યોનું આગમન થાય. બુધવાર દરેક જગ્યા અને દરેક ક્ષેત્રમાં આપનું પ્રભુત્વ વધશે. ગુરૂવાર સંતાનો તેમજ આર્થીક બાબતો માટે દિવસ સારો નથી. શુક્રવાર ખર્ચનું પ્રમાણ વધવાથી મુશ્કેલીઓ વધશે. શનિવાર દિવસની શરૂઆત નબળી છે દિવસોન અંત સારો છે રવિવાર પર્યટન તેમજ મુસાફરીના યોગ પ્રબળ છે. |
કન્યા : સોમવાર સંતાનોથી અસંતોષ તેમજ શૈક્ષણીક કામોમાં મુશ્કેલી આવે. મંગળવાર શત્રુઓની પીછેહઠ થાય. હરીફાઈના કામોમાં વિજય નિશ્ચિત છે બુધવાર શત્રુઓની વાતો તેમજ તેમની ચાલોથી બચતા રહેશો. ગુરૂવાર દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા અને તાલમેલ જાવા મળશે. શુક્રવાર દૈનીક આવકમાં વધારો થાય મોટો ધન લાભ થાય. શનિવાર શારિરીક અસ્વસ્થતાનો અનુભવ થાય. રવિવાર વાદ વિવાદથી દૂર રહેવામાં મજા છે. |
તુલા : સોમવાર પરિવારમાં વાદ વિવાદ તેમજ ઘર્ષણ વધવાના યોગ છે. મંગળવાર આકસ્મીક ધન લાભ જાખમી કામકાજમાં પણ ધન લાભ થાય. બુધવાર સગાઈ લગ્નના કામોમાં વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીનો અનુભવ થાય. ગુરૂવાર વિચારોમાં આક્રમકતાના કારણે આપનું વર્ચસ્વ ઘટશે. શુક્રવાર જુના મિત્રો મળશે તેમજ જુની ઓળખાણોથી લાભ થાય. શનિવાર માનસીક દુવીધામાં દિવસ પસાર થાય. રવિવાર ધંધા વ્યવસાયની પ્રગતીના આયોજનો નકકી થાય. |
વૃશ્ચિક : સોમવાર દરીયા કિનારાનો અથવા દરિયાપારનો પ્રવાસ થાય. મંગળવાર માતાના કારણે ખર્ચ અને ચિંતાનું પ્રમાણ વધશે. બુધવાર વાહન અકસ્માત થાય તેમજ ચીજવસ્તુઓના ખરીદ વેચાણમાં સાવધ રહેવું. ગુરૂવાર સંતાન તરફથી હકારાત્મક પ્રતિભાવ મળશે તેઓની ઈચ્છાઓ પુરી કરી શકશો. શુક્રવાર નવી ઓળખાણો થાય તેમજ ગુઢજ્ઞાનમાં જીજ્ઞાસા વધશે શનિવાર હાથ નીચેના માણસો તેમજ કર્મચારીઓથી તકલીફ વધશે. રવિવાર દૂરના સ્થળની યાત્રા પ્રવાસ થાય. |
ધન : સોમવાર ધન લાભ થશે પરંતુ પરીવાર માટે ખર્ચનો યોગ પ્રબળ છે. મંગળવાર યાત્રા પ્રવાસમાં મુશ્કેલીઓ આવશે. સાવધાની રાખવી જરૂરી છે. બુધવાર આપને ત્યાં મહેમાનોનું આગમન થાય તેમજ તેઓથી લાભ પણ થાય. ગુરૂવાર આજે આપની ધાર્મીક ભાવના અને ધાર્મીક પ્રવૃતીઓ વધશે. શુક્રવાર કામોમાં નિષ્ફળતા મળશે. માનસીક ચિંતાઓ રહેશે. શનિવાર સારા અને નરસા બંને પ્રકારના અનુભવોમાંથી પસાર થવાનું રહેશે. રવિવાર સંતાનો સાથેનો તાલમેલ જળવાશે. |
મકર : સોમવાર આજરોજ શારીરીક અસ્વસ્થતાનો અનુભવ થશે. મંગળવાર નાણાકીય મુશ્કેલીઓ વધશે દેવું કરવં હીતાવહ નથી. બુધવાર પરિવારમાં ઘર્ષણ અને લડાઈ ઝઘડાનું પ્રમાણ વધશે. ગુરૂવાર દિવસ ઘણો જ શાંતીમાં પસાર થશે શુભ સમાચાર મળશે. શુક્રવાર પડોશીઓ તેમજ સહકર્મચારીઓ સાથે મનદુઃખ થાય. શનિવાર લખાણના કામો તેમજ ખરીદ વેચાણના કામોમાં સાવધ રહેવું. રવિવાર આરામમાં દિવસ પસાર થશે. |
કુંભ : સોમવાર પરદેશ સાથેના તમામ કામકાજમાં સફળતા મળશે. મંગળવાર માનસીક અસ્વસ્થતા વધશે કામનું ભારણ પણ વધશે. બુધવાર કામકાજમાં આક્રમતા અને ઝડપી કામ પતાવવાની વૃત્તી રહેશે. ગુરૂવાર નાણાકીય રાહત રહેશે ઉછીના નાણા પણ મળશે. શુક્રવાર દેવું ચુકવવા માટેનો ઉત્તમ દિવસ કાર્યો સફળ થાય. શનિવાર ટૂંકા અંતરની મુસાફરીનું આયોજન સફળ થાય. રવિવાર ભાઈ-બહેનો સાથે દિવસ આનંદમાં પસાર થાય. |
મીન : સોમવાર આજરોજ અગત્યની મુલાકાતોમાં નિષ્ફળતા મળશે. મંગળવાર ડોકટર તેમજ દવાઓ પાછળ નાણાંનો વ્યય થશે. બુધવાર કિંમતી ચીજવસ્તુઓ ખોવાઈ જવી ચોરાઈ જવાના યોગ છે. ગુરૂવાર માનસીક રીતે બળવાન બનશો. ધર્મમાં શ્રધ્ધા અને આસ્થા વધશે. શુક્રવાર શ્વસુર પક્ષ તેમજ વડીલો તરફથી અણધારી મદદ મળશે. શનિવાર સંતાનો તેમજ માતા પિતા માટે દોડધામ થાય. રવિવાર રજાનો ભરપુર આનંદ મેળવી શકશો. |