Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી તા.૧૪.૧૦.ર૦૧૯ થી તા.ર૦.૧૦.ર૦૧૯

મેષ : સોમવાર માનસીક સમતુલન જાળવી રાખશો નુકશાન થાય. મંગળવાર વાગવા પડવા તેમજ અકસ્માત થવાના યોગ છે. બુધવાર દામ્પત્ય જીવન તેમજ લોકસંપર્કના કામોમાં વિક્ષેણ આવે. ગુરૂવાર પરિવારના સભ્યોની માંગ પૂરી કરવામાં નાણાનો વ્યય થાય. શુક્રવાર માતા પિતા તેમજ વડીલોની મદદ અને માર્ગદર્શન મળશે. શનિવાર લોભ લાલચથી દૂર રહેવામાં મજા છે. રવિવાર અજાણી  વ્યક્તિથી સાવચ રહેવું.

વૃષભ : સોમવાર માતા પિતા તેમજ વડીલોના કામોમાં સફળતા મળશે. મંગળવાર જીવનસાથીની ઈચ્છાઓ પુરી કરવામાં ખર્ચ વધવાનું છે.  બુધવાર શારીરિક તકલીફો વધશે ખાસ કરીને ખભાની  ગુરૂવાર આજે પણ નાક કાન ગળાની તકલીફો થવાની છે. શુક્રવાર જમીન મકાન સરકારી કામકાજમાં સફળતા મળશે. શનિવાર માતાના કામોમાં સફળતા મળશે. રવિવાર ચિતામાં દિવસ પસાર થાય.

 

મિથુન : સોમવાર કામોમાં ગતિ આવશે સફળતા મળવાની છે. મંગળવાર પેટ અને આંતરડાની તકલીફો વધવાની છે.  બુધવાર પરિવારના સભ્યો માટે ધનનો ખર્ચ કરવો પડશે. ગુરૂવાર આપના પરિવારમાં ઉત્સાહ અને આનંદ વધશે. શુક્રવાર વાદ વિવાદ અને ઝઘડાથી દૂર રહેશો. શનિવાર સફળતા અને ધન મળશે. રવિવાર પીકનીક તેમજ હોટલની મુલાકાત લેવાના યોગ છે.

કર્ક : સોમવાર નાણાકીય સમસ્યાઓનો સરળતાથી ઉકેલ આવશે. મંગળવાર જાખમી કામકાજ તેમજ સંતાનો થકી ધનલાભ થવાનો છે. બુધવાર આપના આરોગ્ય અને ધંધા માટે દિવસ સારો નથી. ગુરૂવાર વાદ વિવાદ તેમજ ઝઘડો થાય તેવા સ્થળેથી દૂર રહેવું. શુક્રવાર કોર્ટ અને સરકારી કામોમાં અવરોધ આવશે. શનિવાર દામ્પત્ય જીવનમાં મધુરતા અને તાલમેલ જાવા મળે. રવિવાર સગાઈ લગ્નના કામોમાં સફળતા મળશે.

સિંહ : આપના કામોમાં આજરોજ અસ્થિરતા  વધશે. મંગળવાર આપના મિત્રો તેમજ પરિવારના સભ્યો તરફથી ધન મળશે.  બુધવાર મંત્ર તંત્ર તેમજ ધાર્મિકતામાં આસ્થા વધશે ગુરૂવાર અભ્યાસના કામોમાં સફળતા મળશે. શુક્રવાર આપના હરીફો પર વિજય મળશે. શનિવાર શરદી અને કફના કારણે તકલીફ રવિવ્ર આરોગ્યમાં કાળજી રાખવી.

 

કન્યા : સોમવાર લાંબા અંતરની મુસાફરીમાં સફળતા મળશે. મંગળવાર ધંધાના વિકાસના કામોમાં ખર્ચ થવાનો છે.  બુધવાર માતા પિતાના કામોમાં સફળતા મળશે. ગુરૂવાર આપના મિત્રો પાછળ નાણાંનો વ્યય થાય. શુક્રવાર વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાન કરશે. શનિવાર કોઈની જવાબદારી લેવી નહી રવિવાર ખોટા કામોમાં સામેલ થવાથી તકલીફ વધે.

તુલા: સોમવાર ગયેલા નાણાં પરત આવશે. મંગળવાર પરદેશના કામો માટેનો શ્રેષ્ઠ દિવસ.
બુધવાર આજ આપને સાધુ સંતોના આર્શીવાદ મળશે. ગુરૂવાર ધંધા વ્યવસાયની ચીતાથી આરોગ્ય બગડશે. શુક્રવાર જમીન મકાન વાહનના કામોમાં સાવધાની રાખવી. શનિવાર માનસીક અસ્વસ્થતા વધશે. રવિવાર પ્રવાસ પર્યટનના પ્રબળ યોગ બને છે લાભ લેવો.

વૃશ્ચિક: સોમવાર પરિવાર માટે વધુ પડતો ખર્ચ કરવો પડશે. મંગળવાર આરોગ્ય અને નાણાં બાબતે શુભ નથી.  બુધવાર હકારાત્મક વિચારોથી લાભ થાય. ગુરૂવાર ધાર્મીક તેમજ આધ્યાત્મીક કામોમાં સામેલ થવાશે. શુક્રવાર માનસીક સમતુલા જાળવવી હીતાવહ. શનિવાર દરેક કામોમાં ચોકસાઈ રાખવી જરૂરી છે. રવિવાર મુલાકાતોના સારા પરિણામ આવશે.

ધન: સોમવાર આપના રોજીંદા કામોમાં અવરોધો આવશે. મંગળવાર સરકારી અર્ધ સરકારી કામોમાં સાવચત રહેવુ.  બુધવાર શારિરીક અને માનસીક અસ્વસ્થતા વધશે. ગુરૂવાર આજે આપને અચાનક ધન પ્રાપ્તી થવાની છે.  શુક્રવાર સામાજીક કામકાજમાં યશ અને ધન મળશે. શનિવાર દૈનીક આવકમાં વધારો થવાનો છે. રવિવાર મોજ મજા કરવાનો દિવસ છે.

 

મકર: સોમવાર મિત્રો સાથેના સંબંધો સાચવશો. મંગળવાર શત્રુ તેમજ હીત શત્રુઓથી ખૂબ જ સાવધ રહેવું. બુધવાર દરેક કામકાજમાં નિષ્ફળતા મળશે.  ગુરૂવાર ભાગીદારો તરફથી ચિંતા નુકશાન થાય તેમ છે. શુક્રવાર આપને શારિરીક તેમજ માનસીક તકલીફો વધશે. શનિવાર વાતાવરણના કારણે શરીર અસ્વસ્થ બનશે રવિવાર આરોગ્યમાં સુધારો થશે.

કુંભ: સોમવાર ધંધા વ્યવસાયમાં પ્રગતી થાય. મંગળવાર સંતાનોના કામોમાં ઈચ્છીત સફળતા મળશે. બુધવાર મિત્રો તેમજ સહકર્મચારીઓની મદદ મળશે આપના કામની કદર થશે. ગુરૂવાર નાણાકીય મુશ્કેલીઓ હળવી થાય તેવા યોગ છે. શુક્રવાર આજે આપને વિશ્વાસઘાત અને છેતરપીંડીનો અનુભવ થશે. શનિવાર ગેરકાનુની કામકાજથી દૂર રહેવામાં હીત છે. રવિવાર આરામ કરવાનો દિવસ છે.

મીન: સોમવાર લાંબા અંતર પરદેશની મુસાફરીના કામો માટે શ્રેષ્ઠ દિવસ છે. મંગળવાર દામ્પત્ય જીવનમાં સુખ શાંતિ અને મધુરતા જાવા મળશે.  બુધવાર અટવાયેલા કામકાજ માટે શુભ દિવસ છે. ગુરૂવાર પિતા અને દાદા તરફથી દરેક પ્રકારની સહાય મળશે. શુક્રવાર કાર્ય પધ્ધતી બદલવાથી ધંધામાં પ્રગતી જણાશે. શનિવાર જાખમી કામકાજમાં સફળતા મળે. રવિવાર ઈતર પ્રવૃતીઓમાં સફળતા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.