મેષ :મિત્રો માટે વ્યર્થ દોડધામ અને નાણાંનો ખર્ચ વધશે. મંગળવાર દરીયાપારના પ્રદેશો તેમજ અજાણ્યા માણસોથી ઘણો લાભ થાય. બુધવાર આધ્યાત્મીક તેમજ ધાર્મીક કામોમાં સફળતા મળશે. ગુરૂવાર આજનો દિવસ મિશ્ર અનુભવવાળો પસાર થશે. શુક્રવાર દૈનીક કામકાજ તેમજ માતા પિતાના કામોમાં અવરોધ આવશે. શનિવાર સંતાનોના પ્રશ્નો અને તેમના અટવાયેલા કામો ઉકલશે. રવિવાર શુસ્તીવાળો અને આરામ કરવાવાળો દિવસ છે.
વૃષભ: સોમવાર મુસાફરીઓમાં મુશ્કેલીઓ આવે માલ સામાન ગુમ થાય. મંગળવાર મહેમાનોનું આગમન થાય ઘરમાં ખુશીનું વાતાવરણ જાવા મળશે. બુધવાર દિવસ દરમ્યાન ખોટી ચિંતા અને હેરાનગતિ વધશે. ગુરૂવાર ખર્ચનું પ્રમાણ વધશે અને ઉચાટમાં દિવસ પસાર થાય. શુક્રવાર પરદેશના કામો તેમજ લાંબા અંતરની મુસાફરીના કામોમાં સફળતા મળશે. શનિવાર મકાન તેમજ વાહન માટે વધુ પ્રમાણમાં ખર્ચ થાય. રવિવાર હકારાત્મક વિચારોથી દિવસ સારો પસાર થાય.
મીથુન: સોમવાર વાગવા પડવાથી તેમજ વાણી વર્તનથી શારિરીક તકલીફો વધશે. મંગળવાર દામ્પત્ય જીવનમાં પ્રસન્નતા તેમજ દૈનીક આવકમાં વધારો થાય. બુધવાર કુટુંબ અને પરિવારના સભ્યો સાથે ધાર્મિક સ્થળોની મુસાફરી થશે. ગુરૂવાર રચનાત્મક કાર્યોમાં સફળતા અને યશ મળશે. શુક્રવાર આવક વધવાથી નાણાંની સમસ્યાઓ હળવી થશે. શનિવાર મિત્રો તેમજ પાડોશીઓનો સાથ સહકાર મળશે રવિવાર નાક કાન ગળાની તકલીફો થાય. મધ્યમ દિવસ છે.
કર્ક:સોમવાર ગ્રહોની અશુભ અસરોનો આજે તીવ્ર અનુભવ થશે. મંગળવાર ધર્મમાં શ્રધ્ધા બળવાન બને તેવા અનુભવો થશે. બુધવાર ધર્મ અને ઈશ્વરની શરણાગતી સ્વીકારવામાં આપનુ હીત છે ગુરૂવાર શુભ અને અશુભ જેવા મિશ્ર અનુભવો થશે. શુક્રવાર દરેક કાર્યોમાં સફળતા મળશે તેમજ શુભ સમાચારો મળશે. શનિવાર મિત્રો તેમજ માતૃપક્ષ તરફથી સાથ સહકાર મળશે. રવિવાર આવકમાં વૃદ્ધિ નાણામાં વૃદ્ધિ.
સિંહ:સોમવાર ભાગીદારીમાં વિખવાદ તેમજ ગેરસમજનું પ્રમાણ વધશે. મંગળવાર દરેક કામોમાં અવરોધ આવશે કામો અધુરા રહેશે. બુધવાર રોજીદા કામોમાં નકારાત્મક વિચારોથી તકલીફ થાય. ગુરૂવાર સ્વાસ્થ અને આરોગ્ય સંબંધી તકલીફો ઉભી થાય. શુક્રવાર ધર્મ અને વિધિ વિધાનમાં આપની શ્રધ્ધા મજબુત બનશે. શનિવાર પરદેશ તેમજ તે અંગેના કામકાજમાં ઈચ્છીત સફળતા મળશે. રવિવાર નાણાંની પ્રાપ્તી થાય ઘરમાં ખુશાલીનું વાતાવરણ જાવા મળશે.
કન્યા: સોમવાર સ્પર્ધાત્મક કામો તેકજ દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. મંગળવાર ધંધા વ્યવસાયમાં આવકમાં વધારો થાય તેમજ નવા ગ્રાહકો મળશે. બુધવાર દામ્પત્ય જીવનમાં તેમજ ભાગીદારીમાં સારો તાલમેલ જાવા મળશે. ગુરૂવાર શ્વસુર પક્ષ તેમજ પિતા તરફથી ધન લાભ અને માન સન્માન મળશે. શુક્રવાર નકારાત્મક વિચારો પર સંપૂર્ણ કાબુ રાખવો હીતાવહ છે શનિવાર નાણાકીય આયોજનોમાં વિક્ષેપ આવશે રવિવાર દરેક જગ્યાએથી યશ પ્રતીષ્ઠા મળશે.
તુલા:સોમવાર સંતાનોના કામો તેમજ સગાઈના કામોમાં વિધ્નો આવશે. મંગળવાર ભાઈ બહેનો તેમજ પડોશીઓ સાથેના વ્યવહારમાં સાચવવું બુધવાર વિરોધીઓ તેમજ શત્રુઓ તરફથી લાભ ગુરૂવાર વ્યવહારોમાં ચોકસાઈ રાખવાથી ધંધા વ્યવસાયમાં લાભ થાય. શુક્રવાર જીવનસાથી સાથે તેમજ શ્વસુર પક્ષના સભ્યો સાથે હરવા ફવાના યોગ છે. શનિવાર જાહેર જીવનમાં અજાણ્યા વ્યક્તિઓ તરફથી લાભ. રવિવાર વાણી વર્તન પર કાબુ રાખશો.
વૃશ્ચિક:સોમવાર પરિવારજનો સાથે મુસાફરી કરવી હીતાવહ નથી. મંગળવાર સટ્ટાકીય તેમજ જાખમી પ્રવૃતીમાં આપને ધન લાભ થાય. બુધવાર ધર્મ અને ઈશ્વરમાં શ્રધ્ધા બળવાન બને તેવા અનુભવ થાય. ગુરૂવાર સંતાનો બાબતે તેમજ શિક્ષણના કામોમાં ધનનો વ્યય થાય. શુક્રવાર શત્રુઓ તરફથી હેરાનગતી તેમજ નુકશાન થવાના યોગ છે. શનિવાર મોસાળ પક્ષ તેમજ કાકા કાકી તરફથી ધનની સીહાય મળશે. રવિવાર જાહેર જીવન તેમજ લોકસંપર્કના કામોમાં વાણી વિલાસથી દૂર રહેવું.
ધન:સોમવાર ભાઈ-બહેન, સંબંધીઓ પાછળ નાણાંનો વ્યય થશે. મંગળવાર જમીન મકાન તેમજ વાહન ખરીદ-વેચાણના કામોમાં સફળતા મળશે. બુધવાર અભ્યાસ તેમજ શિક્ષણના કામોમાં વધુ કાળજી સાવચેતી રાખવી જરૂરી. ગુરૂવાર સારા અને ખરાબ બંને અનુભવમાંથી પસાર થવાનું આવશે. શુક્રવાર અચાનક ધન પ્રાપ્તી થવાથી નાણાકીય મુશ્કેલીઓનો અંત આવશે. શનિવાર પરદેશ અંગેના તમામ કામકાજમાં સફળતા મળશે. રવિવાર સામાજીક કામકાજમાં આપની પ્રતીષ્ઠા વધશે.
મકર:સોમવાર ધંધા વ્યવસાયમાં આવકનો વધારો થાય. મંગળવાર પરદેશથી તેમજ દૂરના સ્થળોથી શુભ સમાચાર મળશે. બુધવાર મુસાફરી તેમજ પરદેશના કામોથી દૂર રહેવામાં મજા છે. ગુરૂવાર અટવાયેલ કામોનો ઉકેલ આવશે શુક્રવાર શારિરીક તેમજ આર્થીક મુશ્કેલીઓ વધશે. શનિવાર આરોગ્ય બાબતે બેદરકાર રહેવાથી તકલીફો વધશે. રવિવાર સંતાનો તરફથી નકારાત્મક વર્તન જાવા મળે.
કુંભ:સોમવાર શારિરીક મુશ્કેલીઓમાં અચાનક વધારો થશે. મંગળવાર નાણાંનો પ્રવાહ વધવાથી આનંદ ઉત્સાહ વધશે. બુધવાર દામ્પત્ય જીવનમાં ઉત્સાહ તેમજ પ્રસન્નતા જાવા મળશે. ગુરૂવાર ધંધા વ્યવસાયના કામકાજ માટે ટુંકી મુસાફરી કરવી પડશે. શુક્રવાર ભૌતીક સુખ સગવડના સાધનોની ખરીદી થાય. શનિવાર જીવનસાથીની ઈચ્છાપુરી કરવા માટેનો ઉત્તમ દિવસ છે. રવિવાર માનસીક ઉશ્કેરાટ તેમજ વાણી વિલાસથી દૂર રહેવું.
મીન:સોમવાર સરકારી કામકાજમાં મુશ્કેલીઓ આવશે. મંગળવાર શારિરીક તકલીફોમાં વધારો થાય. બુધવાર નકારાત્મક વર્તન અને ઉશ્કેરાટથી નુકશાન થશે. ગુરૂવાર મધ્યાન પછી અગત્યના કામો પતાવવા શુક્રવાર આપના સંતાનો પાછળ નાણાંનો વ્યય વધુ થશે. શનિવાર આપની તેમજ ભાઈ બહેનના લગન બાબતોની સમસ્યાઓનો અંત આવશે. રવિવાર કુટુંબ કબીલા સાથે પીકનીક તેમજ હરવા ફરવા જવાના યોગ છે.