Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી તા.૧૮.૧૧.ર૦૧૯ થી તા.૨૪.૧૧.ર૦૧૯

મેષઃ સોમવાર આત્મવિશ્વાસમાં વધારો થવાથી દરેક કામોમાં સફળતા મળશે. મંગળવાર ધંધા વ્યવસાયમાં આવકનો વધારો થાય. બુધવાર માતા પિતાના કામો તેમજ ધાર્મીક કામોમાં સફળતા મળશે. ગુરૂવાર જમીન મકાન તેમજ વાહનોના કામમાં સફળતા મળશે. શુક્રવાર સંતાનોની બાબતોમાં તેમજ આર્થીક બાબતોમાં તકલીફ થાય. શનિવાર સટ્ટાકીય તેમજ જાખમી કામકાજથી દૂર રહેવામાં મજા છે. રવિવાર શત્રુઓ તરફથી પરેશાની વધશે.

વૃષભઃ સોમવાર દરેક કામોમાં મુશ્કેલીઓ ઉભી થાય તેમજ આર્થીક તકલીફોમાં વધારો થાય. મંગળવાર આજે આપને શારિરીક અસ્વસ્થતા વધશે નરમ દિવસ છે. બુધવાર ભાઈ-બહેનોના સંબંધમાં ગેરસમજ અનેમનદુઃખ ઉભુ થાય. ગુરૂવાર મુસાફરીના કામકાજ તેમજ પરદેશ સાથેના કામકાજમાં સફળતા મળશે. શુક્રવાર જમીન-મકાન તેમજ માતા પિતાના કામોમાં આર્થીક લાભ થશે. શનિવાર સરકારી કામકાજમાં મોટી મુશ્કેલીઓ આવશે. રવિવાર આજનો દિવસ મિશ્ર અનુભવવાળો પસાર થશે.

વૃષભઃ સોમવાર દરેક કામોમાં મુશ્કેલીઓ ઉભી થાય તેમજ આર્થીક તકલીફોમાં વધારો થાય. મંગળવાર આજે આપને શારિરીક અસ્વસ્થતા વધશે નરમ દિવસ છે. બુધવાર ભાઈ-બહેનોના સંબંધમાં ગેરસમજ અનેમનદુઃખ ઉભુ થાય. ગુરૂવાર મુસાફરીના કામકાજ તેમજ પરદેશ સાથેના કામકાજમાં સફળતા મળશે. શુક્રવાર જમીન-મકાન તેમજ માતા પિતાના કામોમાં આર્થીક લાભ થશે. શનિવાર સરકારી કામકાજમાં મોટી મુશ્કેલીઓ આવશે. રવિવાર આજનો દિવસ મિશ્ર અનુભવવાળો પસાર થશે.

કર્ક : સોમવાર પ્રવાસ તેમજ પરદેશ જવાના કામોમાં સફળતા મળે કામમાં ગતી આવે. મંગળવાર દામ્પત્ય જીવનમાં મધુરતા શ્વસુર પક્ષ તરફથી શુભ સમાચાર મળે. બુધવાર શારીરિક મુશ્કેલીઓ વધવાથી દરેક કામોમાં વિલબંધ થાય. ગુરૂવાર આજરોજ આપની નાણાકીય પ્રવાહીતામાં અવરોધ આવશે. શુક્રવાર કુટુંબ તેમજ વારસાઈથી ધન લાભ થાય. શનિવાર આર્થીક કામોમાં તેમજ આયોજનોમાં ગરબડ ઉભી થાય. રવિવાર પડોશીઓ તેમજ મિત્રો તરફથી લાભ મદદ મળશે.

સિંહ : સોમવાર મિત્રો તેમજ ભાઈ બહેનોનો સાથ અને સહકાર પૂર્ણ રીતે મળશે. મંગળવાર સરકારી કામોમાં સફળતા તેમજ શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય. બુધવાર નવા કામો શરૂ કરવામાં વિધ્નો અને અવરોધ આવશે. ગુરૂવાર વાતાવરણના કારણે નાની મોટી શારિરીક મુશ્કેલીઓ ઉભી થાય. શનિવાર પરદેશ સાથેના કામકાજમાં સફળતા અને નાણા મળશે. રવિવાર આનંદ ઉત્સાહથી ભરપૂર દિવસ પસાર થશે.

કન્યા : સોમવાર ધંધાકીય બાબતોમાં અગાઉ લીધેલ જાખમી નીર્ણયો સફળ સાબીત થાય. મંગળવાર સટ્ટાકીય તેમજ આકસ્મીક ધન લાભ થશે. બુધવાર સંતાનોના કામોમાં સફળતા મળશે માતા પિતાના આશીષ મળશે. ગુરૂવાર ભુતકાળમાં કરેલ કામો તેમજ રોકાણોનું સારૂ પરીણામ મળશે. શુક્રવાર વાદ વિવાદના સ્થળોએથી દૂર રહેવામાં મજા છે. શનિવાર મિત્રો માટે દોડધામ વધશે. રવિવાર માનસીક સંયમ રાખવાથી મુશ્કેલીઓ અટકશે.

તુલાઃ સોમવાર અજાણ્યા વ્યક્તિઓથી મદદ અને નાણાકીય લાભ થશે. મંગળવાર સરકારી કામકાજ તેમજ જમીનના કામકાજમાં લાભ થાય. બુધવાર નાણાંકીય આયોજનો ખોટા પડવાથી મુશ્કેલીઓમાં વધારો થાય. ગુરૂવાર ધંધા વ્યવસાયમાં આપને સંપૂર્ણ સફળતાનો અનુભવ થશે. શુક્રવાર પરદેશ જવાના તેમજ પરદેશ સાથેના કામકાજમાં સફળતા મળશે. શનિવાર મિત્રો તેમજ સગા સંબંધીઓ પાછળ નાણાંનો વ્યય થાય. રવિવાર કોઈપણ નીર્ણય લેતા પહેલા વિચારશો.

ધનઃ સોમવાર જાહેર જીવનમાં તેમજ જીવનસાથીથી સંપૂર્ણ લાભ થાય. મંગળવાર મોસાળ પક્ષ તેમજ કુટુંબની વ્યÂક્તઓથી સાથ સહકાર મળશે. બુધવાર શરદી-તાવ અને પેટની તકલીફો વધશે. ગુરૂવાર વારસાઈના કામો તેમજ નાણાં મેળવવાના કામોમાં સફળતા મળશે. શુક્રવાર ધંધા વ્યવસાયમાં ગ્રાહકોનો વધારો થશે શનિવાર ધંધા વ્યવસાયમાં આવક વધવાની ચાલુ રહેશે. રવિવાર મધ્યમ દિવસ છે.

મકર: સોમવાર શત્રુઓના કારણે દરેક કામોમાં મૂશ્કેલીઓ ઉભી થાય. મંગળવાર દરેક ક્ષેત્ર અને દરેક કામોમાં આપની પીછેહઠ થાય. બુધવાર જાહેર જીવનમાં અપમાનીત થવું પડે જીવનસાથી સાથે મતભેદ વધશે. ગુરૂવાર ધંધા વ્યવસાયમાં આવક વધશે. ગ્રાહકો પણ વધશે. શુક્રવાર શત્રુઓ પર વિજય અને સફળતા મળશે. શનિવાર માતા પિતા તેમજ જીવનસાથીના આરોગ્યમાં ગરબડ થાય. રવિવાર વાણી અને વર્તનમાં સંયમ રાખવો.

કુંભ : સોમવાર આજરોજ આપના સંતાનોની સમસ્યા ઉભી થવાના યોગ છે. મંગળવાર શૈક્ષણીક અભ્યાસ પરદેશના કામોમાંસફળતા મળશે. બુધવાર જીવનસાથી તરફથી નાણાંકીય મદદ મળશે. ગુરૂવાર માનસીક ઉગ્રતાને અંકુશમાં રાખવાથી ઘણો લાભ થશે. શુક્રવાર વાગવા- પડવા તેમજ અકસ્માત થવાના યોગ છે. શનિવાર હરીફો શત્રુઓ તેમજ હાથ નીચેના કર્મચારીઓ તરફથી લાભ થવાનો છે. રવિવાર પ્રવાસ મુસાફરી તેમજ અગત્યની મિટીંગો મુતલવી રાખશો.

મીન : સોમવાર દૈનીક તેમજ ધંધાકીય કામોમાં ગુચવાડા અનેતકરાર વધશે. મંગળવાર કિંમતી ચીજવસ્તુઓ ગુમ થાય અથવા ગેરવલ્લે થાય. બુધવાર સંતાનોના કામો તેમજ શિક્ષણના કામોમાં સફળતા મળશે. ગુરૂવાર સંતાનો પાછળ તેમજ સટ્ટાકીય પ્રવૃતી પાછળ નાણાંનો વ્યય થાય. શુક્રવાર દામ્પત્ય જીવનમાં માનહાની તેમજ ગેરસમજનું પ્રમાણ વધશે. શનિવાર કોર્ટ કચેરી તેમજ પોલીસખાતા પાછળ ખર્ચનુ પ્રમાણ વધશે. રવિવાર આનંદ તેમજ મોજ મજા કરવાનો દિવસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.