Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી : તા.૪.૧૧.ર૦૧૯ થી તા. ૧૦.૧૧.ર૦૧૯

મેષ : સોમવાર દિવસની શરૂઆત સારી નથી મધ્યાન પછી સારો સમય પસાર થાય. મંગળવાર માતા પિતાના કામોમાં તેમજ વડીલોના કામકાજમાં ફોગટનો દિવસ પસાર થાય. બુધવાર સંતાનોના કામકાજ તેમજ સગાઈ લગ્નના કામોમાં અવરોધ આવશે. ગુરૂવાર દૈનીક કામકાજ તેમજ આવકમાં વધારો સફળતા મળશે. શુક્રવાર દામ્પત્ય જીવન તેમજ જાહેર જીવનમાં પ્રતીષ્ઠા વધશે. શનિવાર સંતાનોના કારણે દામ્પત્ય જીવનમાં મતભેદ વધશે. રવિવાર વાણી વર્તનમાં સંયમ રાખવો.

વૃષભ : સોમવાર પ્રવાસ થાય તેમજ મુસાફરીમાં સફળતા મળશે. મંગળવાર જમીન મકાન તેમજ દસ્તાવેજામાં સહી કરતા વિચારશો. બુધવાર ગુસ્સા પર કાબુ રાખવાથી ઘણો જ લાભ થશે. ગુરૂવાર સંતાનની પ્રગતીના દરેક કામોમાં મુશ્કેલીઓ આવશે. શુક્રવાર ધાર્મીક કામો તેમજ સેવાના કામોમાં સફળતા મળશે. શનિવાર શત્રુઓ પર વિજય તેમજ મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. શનિવાર જીવનસાથી તેમજ સંતાનો સાથે હરવા ફરવાના યોગ છે.

મિથુન : સોમવાર સારા અને ખરાબ બંને પ્રકારના સમાચારો મળશે. મંગળવાર ધન પ્રાપ્તી થાય તેમજ નાણાંકીય મુશ્કેલીઓ હળવી થાય. બુધવાર માતા પિતા સાથે મુસાફરી થાય તેમાં સફળતા મળશે. ગુરૂવાર સંતાનોને વાગવા પડવા તેમજ બીમારીના યોગ પ્રબળ છે. શુક્રવાર નાણા કમાવવા માટે જાખમી કામકાજથી દૂર રહેવું. શનિવાર પરદેશના કામકાજ તેમજ પરદેશની વ્યક્તિ તરફથી મદદ મળે. રવિવાર શત્રુઓ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત થશે.

કર્ક : સોમવાર ગ્રહોની વિપરીત અસરોમાંથી બચાવ થશે. મંગળવાર દૈનીક આવકમાં વૃદ્ધિ  તેમજ સફળતા બુધવાર ધંધા વ્યવસાયના કામોમાં તેમજ સંતાનોના કામોમાં સફળતા મળશે. ગુરૂવાર માતા પિતાના કારણે દામ્પત્ય જીવનમાં વિખવાદ ઉભો થાય. શુક્રવાર કોર્ટ કચેરી તેમજ સરકારી કામોમાં મુશ્કેલીઓ ઉભી થાય. શનિવાર જમીન મકાન લે-વેચમાં સાવધાની રાખવી. રવિવાર મુસાફરીમાં મુશ્કેલીઓ આવશે.

સિંહ : સોમવાર આરોગ્ય અને નાણાની સમસ્યાઓથી હેરાન થવાય. મંગળવાર પરદેશ સાથેના સંબંધોમાં લાભ થશે. બુધવાર વાગવા પડવા તેમજ ઝઘડા થવાના યોગ છે. ગુરૂવાર મુસાફરીથી તેમજ ભાઈ ભાંડુથી લાભ થાય. શુક્રવાર વડીલો પાર્જીત મિલ્કતમાં લાભ તેમજ અણધારેલો ધન લાભ થાય. શનિવાર દરેક કામોમાં વિલંબ થશે. રવિવાર જુના, પડતર, સામાજીક કામો ઉકેલાશે શ્રેષ્ઠ દિવસ છે.

કન્યા : સોમવાર ધંધા વ્યવસાયમાં લોન લેવા માટેનો શુભ દિવસ છે. મંગળવાર જુની ઉઘરાણી તેમજ નાણાં પરત આવવાના યોગ છે. બુધવાર શારીરિક બાબતે વાગવા પડવાથી તકલીફ વધે. ગુરૂવાર સંતાનો માટે તેમજ સંતાનો થકી નાણાંની પ્રાપ્તી થાય. શુક્રવાર કુટુંબ માટે અથવા માતા પિતા માટે નાણા અને સમયનો ખર્ચ થાય. શનિવાર બેંકીગ તેમજ લોન લેવા માટેનો ઉત્તમ દિવસ છે. રવિવાર ટૂંકા અંતરની મુસાફરીથી લાભ થાય.

તુલા : સોમવાર દરેક પ્રકારે આજનો દિવસ શ્રેષ્ઠ અને સફળતાવાળો છે. મંગળવાર પરદેશ તેમજ અજાણ્યા વ્યÂક્તઓ તરફથી મદદ મળશે. બુધવાર મિત્રો તેમજ ભાઈ બહેનની ભરપુર મદદ મળશે. ગુરૂવાર સરકારી કામકાજમાં મુશ્કેલીઓ અવરોધ વધે. શુક્રવાર નાણાંની લેવડ દેવડ તેમજ કોમ્યુનીકેશનથી લાભ થાય. શનિવાર શારીરિક તેમજ માનસીક આળસના કારણે કામો બગડે. રવિવાર આવકના સ્તોત્રમાં વધારો થાય.

વૃશ્ચિક : સોમવાર ધંધા વ્યવસાયમાં દરેક પ્રકારની સફળતાઓ મળશે. મંગળવાર આવક વધે નાણાંની સમસ્યાઓ દુર થાય. બુધવાર વાગવા પડવાથી શારીરિક તકલીફો વધશે. ગુરૂવાર નાક, કાન ગળાની તકલીફોમાં વધારો થાય. શુક્રવાર શારીરીક સ્ફૂર્તિ હકારાત્મક વિચારોથી ધંધામાં લાભ થાય. શનિવાર પરદેશ સાથેના કામોમાં નાણાકીય લાભ થાય. રવિવાર પ્રવાસ, મુસાફરી અગત્યની મુલાકાતોમાં સંયમ રાખવો.

ધન : સોમવાર ધંધા વ્યવસાયમાં આકસ્મીક ધન લાભ થાય. મંગળવાર નવી ઓળખાણ અજાણ્યા વ્યÂક્તઓથી ધન લાભ થાય. બુધવાર સંતાન તેમજ શિક્ષણના કામોમાં મુશ્કેલીઓ વધશે. ગુરૂવાર જાખમી તેમજ ગેરકાયદેસર કામોથી ધન લાભ. શુક્રવાર મોજશોખની વસ્તુઓની ખરીદી પર અંકુશ રાખશો. શનિવાર પરદેશ સાથેના કામકાજમાં ધન લાભ થાય. રવિવાર માનસીક ઉગ્રતા વધશે. સાવધ રહેશો.


મકર : સોમવાર દામ્પત્ય જીવનમાં ગેરસમજ અને મુશ્કેલીઓ વધશે. મંગળવાર ભાગીદારી તેમજ કમીશનના કામોમાં મનદુઃખ થાય. બુધવાર વારસાગત મિલ્કતોના કામકાજમાં મુશ્કેલીઓ આવે. ગુરૂવાર ભૂતકાળમાં કરેલ ખોટા કાર્યોના કારણે મુશ્કેલીઓ ઉભી થાય.

શુક્રવાર આજનો દિવસ મધ્યમ પસાર થશે. શનિવાર સરકાર તેમજ પોલીસ તરફથી મુશ્કેલીઓ ઉભી થાય. રવિવાર મિત્રો તેમજ પડોશીઓના કારણે ઘણા લાભ મળશે.

કુંભ : સોમવાર લોકસંપર્કના કામો તેમજ દૈનીક કામોમાં યશ પ્રતીષ્ઠા મળશે. મંગળવાર મિત્રો તેમજ પડોશીઓ તરફથી અણધારી સફળતા મળશે. બુધવાર જીવનસાથી માટેના કામોમાં પ્રગતી સફળતા મળશે. ગુરૂવાર કોર્ટ કચેરી તેમજ સરકારી કામકાજમાં પ્રગતી થાય. શુક્રવાર ખોટા આક્ષેપ તેમજ દરેક કામોમાં નિષ્ફળતા મળશે. શનિવાર માનસીક પરેશાની તેમજ દરેક કામોમાં નિષ્ફળતા મળશે. રવિવાર મિશ્ર અનુભવવાળો દિવસ છે.

મીન : સોમવાર દરેક કામોમાં સંપૂર્ણ વિચાર કરી આગળ વધવુ. મંગળવાર સંતાન, માતા પિતાના કામોમાં મુશ્કેલીઓ વધશે. બુધવાર લાંબા સમયના આયોજનમાં આપને સફળતા મળશે. ગુરૂવાર ધાર્મીક પ્રસંગો તેમજ તીર્થસ્થાનોમાં જવા નો લાભ મળશે. શુક્રવાર રોગ તેમજ શત્રુઓ પર સંપૂર્ણકાબુ મેળવી શકશો. શનિવાર સ્પર્ધાલક્ષી આયોજનમાં સફળતા મળશે. રવિવાર સુસ્ત અને બેચેનીવાળો દિવસ પસાર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.