Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી :તા.૬.૧.ર૦ર૦ થી તા.૧ર.૧.ર૦૨૦

મેષ : સોમવાર ધાર્મીક અને માંગલીક પ્રસંગોમાં સામેલ થવાય દાન ધર્મનો લાભ મળશે. મંગળવાર પરદેશ સાથેના અટવાયેલ કામમાં વિધ્નો દુર થવાથી રાહત થશે. બુધવાર આપના નોકર તેમજ હાથ નીચેના કર્મચારીઓથી લાભ થાય. ગુરૂવાર આપના દૈનીક કામકાજમાં અવરોધ અને શીથીલતા આવશે. શુક્રવાર દામ્પત્ય જીવનમાં મોજ મજા અને ઉત્સાહ વધશે. શનિવાર સરકાર તરફથી અથવા સરકારી કામકાજમાં ધન લાભ થાય. રવિવાર આર્થીક લાભની શકયતાઓ બળવાન છે.

વૃષભ : સોમવાર વડીલ વર્ગ તેમજ ધર્માચારી વ્યÂક્તઓથી ધન લાભ થાય. મંગળવાર આપના માતા પિતાના લાંબા સમયના અટવાયેલ કામકાજમાં ગતી આવશે. બુધવાર આપના સંતાનો માટેના કામો, સગાઈ-લગ્ન અંગેના કામોમાં સફળતા મળશે. ગુરૂવાર પિતા અથવા દાદા તરફથી સહકાર, આર્થીક મદદ મળશે. શુક્રવાર હરીફો તેમજ શત્રુઓના કારણે કામકાજમાં તકલીફ આવશે. શનિવાર માનસીક રીતે પૂર્ણ હકારાત્મક વલણના કારણે ધન લાભ થશે. રવિવાર પ્રવાસ પર્યટનના કારણે આર્થીક લાભ થાય.

મીથુન : સોમવાર જાહેર જીવન તેમજ ભાગીદારીના કામોમાં સફળતા મળે. મંગળવાર ધંધા વ્યવસાય માટે મુસાફરી કરવી પડશે તેમાં સફળતા મળશે. બુધવાર માતા પિતાના આશીષ અને મદદ મળશે.
ગુરૂવાર મિત્રો તેમજ પડોશીઓ તરફથી ધન લાભ થશે. શુક્રવાર વિજાતીય વ્યÂક્તઓથી સાથ સહકાર મળશે મન પ્રસન્ન રહેશે. શનિવાર જમીન મકાન અને વાહનોના કામોમાં અવરોધ આવશે. રવિવાર વધુ પડતો ઉત્સાહ વધુ ખર્ચ કરાવશે.

કર્ક : સોમવાર ટીકાત્મક માનસીકતાના કારણે અપમાનીત થવું પડશે. મંગળવાર ખરીદી પર અંકુશ રાખશો વધુ ખર્ચનો યોગ છે.
બુધવાર મુસાફરીમાં સફળતા ભાઈ ભાંડુઓથી લાભ. ગુરૂવાર ધંધા અને વ્યવસાયમાં ઈચ્છીત સફળતા મળશે. શુક્રવાર જમીન મકાન અને વાહનોની લે-વેચ માટેનો સફળ દિવસ છે. શનિવાર અટવાયેલ તેમજ પડતર કામો ઉકેલવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. રવિવાર મિત્રો અને પરિવાર સાથે નાનો પ્રવાસ થાય.

સિંહ : સોમવાર સંતાનો થકી તેમજ સંતાનો વડે તકલીફ વધશે. મંગળવાર શારિરીક બાબતોમાં અસ્વસ્થતાનો અનુભવ થાય. બુધવાર અચાનક ધન લાભ થાય ગયેલા નાણાં પરત આવશે. ગુરૂવાર ગુઢવિદ્યા તેમજ ધાર્મીક કાર્યોમાં સફળતાની પ્રાપ્તી થશે. શુક્રવાર શુભ સમાચાર મળવાથી દિવસ આનંદમાં પસાર થશે. શનિવાર ઉચ્ચ અધિકારીઓ તેમજ મોસાળ પક્ષથી ધન લાભ થાય. રવિવાર ધંધા વ્યવસાયમાં આવકનો વધારો થાય.

કન્યા : સોમવાર દામ્પત્ય જીવનમાં સુમેળ શ્વસુર પક્ષ તરફથી લાભ. મગળવાર સામાજીક તેમજ જાહેર જીવનમાં લોકચાહના મળશે. બુધવાર શારિરીક તેમજ માનસીક Âસ્થતી બળવાન થવાથી દરેક કામોમાં સફળતા મળશે. ગુરૂવાર વાહન ચલાવવામાં સાવધાની રાખશો. અકસ્માતનો યોગ છે. શુક્રવાર નાક કાન ગળા તેમજ શ્વાસની તકલીફ થાય. શનિવાર શ્વસુર પક્ષ તરફથી મોસાળ પક્ષ તરફથી લાભ થાય. રવિવાર ધાર્મીક સ્થળોની મુલાકાત માટેનો શુભ દિવસ છે.

તુલા : સોમવાર આપના હરીફો શત્રુઓ તેમજ સંતાનો તરફથી હેરાન થવાય. મંગળવાર હાથ નીચેના કર્મચારીઓ, હીત શત્રુઓ પરેશાની વધશે. બુધવાર ધંધા વ્યવસાયમાં આવક વધશે પ્રતિષ્ઠા પણ વધશે. ગુરૂવાર મોસાળ પક્ષ તરફથી ઘણો સારો લાભ ઈજ્જત મળશે. શુક્રવાર વિજાતીય આર્કષણથી બચવામાં લાભ છે. શનિવાર શારિરીક તેમજ માનસીક અસ્વસ્થતામાં વધારો થાય. રવિવાર ખોટા વાદ વિવાદથી બચશો.

વૃશ્ચિક : સોમવાર માતા પિતા તેમજ સંતાનો તરફથી લાભ માર્ગદર્શન મળશે. મંગળવાર ધંધા વ્યવસાયમાં પ્રતિસ્પર્ધાઓનો પરાજય તેમજ પીછેહઠ થાય. બુધવાર મિત્રો તરફથી તેમજ નાના ભાઈબહેન તરફથી ધન લાભ થાય. ગુરૂવાર કોર્ટ કચેરી સરકારી કામકાજ તેમજ પોલીસ ખાતાથી લાભ. શુક્રવાર માસા માસી કાકા કાકી વગેરે સંબંધીઓથી સારો લાભ થાય. શનિવાર સરકારી તેમજ લોન મેળવવાના કામમાં સારો લાભ થાય. રવિવાર પરીવાર સાથે હરવા ફરવામાં દિવસ પસાર થાય.

ધન : સોમવાર પ્રવાસ તેમજ મુસાફરી ટાળવામાં આપનુ હીત છે. મંગળવાર જુના મકાન મિલ્કતોના કામમાં સફળતા મળશે.  બુધવાર ધંધા વ્યવસાયમાં દૈનીક આવકમાં ઘણો જ સારો વધારો થાય. ગુરૂવાર સંતાનો સાથે મનદુઃખ થાય તેમના થકી ચિંતાઓ વધશે. શુક્રવાર ધાર્મીક તેમજ માંગલીક કામો સફળતાપૂર્વક પૂર્ણ થાય. શનિવાર કોર્ટ કચેરી તેમજ સરકારી કામકાજમાં આપની જીત થાય. રવિવાર દરેક રીતે આપના માટે શુભ દિવસ છે.

મકર : સોમવાર શુભ સમાચારો મળશે અને નાણાંકીય લાભ થશે. મંગળવાર જમીન અને મકાનોના કારણે મુસાફરી કરવી પડશે. બુધવાર પરદેશ તરફથી સારા સમાચાર મળશે તેમજ પરદેશના કામોમાં લાભ ગુરૂવાર કાલ્પનીક ભયના કારણે આજનો દિવસ બગડશે. શુક્રવાર માતા પિતાના કામકાજમાં આપને યશ સફળતા મળશે. શનિવાર જાખમી તેમજ સટ્ટાકીય કામકાજમાં આપને યશ સફળતા મળશે. રવિવાર સંતાનો સાથેના સંબંધો અને કામોમાં સફળતા મળશે.

કુંભ : સોમવાર લાંબાગાળાના આયોજન કરવાથી દરેક રીતે લાભ થાય. મંગળવાર પરિવાર તેમજ મોસાળ પક્ષ માટે નાણાંનો ખર્ચ થાય.
બુધવાર વીલ-વારસાઈ તેમજ વીમાના કામોમાં લાભ થાય. ગુરૂવાર વધુ પડતા આત્મવિશ્વાસથી સંબંધો અને કામો બગડશે. શુક્રવાર મુસાફરી તેમજ પરદેશના કામોમાં સફળતા મળશે. શનિવાર સરકારી કામકાજમાં મુશ્કેલીઓનો અનુભવ થશે. રવિવાર શત્રુઓ તેમજ મોસાળ પક્ષ તરફથી ચિંતાઓ વધશે.

મીન : સોમવાર પેટ તેમજ આંતરડાની તકલીફોથી પરેશાની વધશે. મંગળવાર શત્રુઓ તેમજ હીતશત્રુઓ તરફથી પરેશાનીમાં વધારો થાય. બુધવાર દામ્પત્ય જીવનમાં ખૂબ જ સંભાળીને દિવસ પસાર કરવો હીતાવહ છે. ગુરૂવાર સંતાનોના અવિચારી વાણી અને વર્તનના કારણે નાણાંની સમસ્યાઓ ઉભી થાય. શુક્રવાર વાગવું પડવુ તેમજ વાદ વિવાદથી નુકશાન થાય. શનિવાર મુસાફરીમાં વિધ્નો અગત્યના કાગળો ગુમ થાય. રવિવાર દરિયા કિનારા તેમજ ધાર્મીક સ્થાનોની મુસાફરીના યોગ પ્રબળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.