સપ્તાહની ભાગ્યવાણી તા.૯.૯.ર૦૧૯ થી તા.૧પ.૯.ર૦૧૯
મેષ : સોમવાર સંતાનો તેમજ માતા પિતા તરફથી ધન લાભ થાય. મંગળવાર મહેમાનોનું આગમન થાય પરિવાર આનંદીત રહે. બુધવાર તમામ પ્રકારના કામો સફળ થાય તેવો શ્રેષ્ઠ દિવસ છે. ગુરૂવાર ધંધા વ્યવસાયની આવકમાં વૃદ્ધિ થાય તેમજ કાર્ય સિધ્ધ થાય. શુક્રવાર માતા પિતાના આરોગ્યમાં ગરબડ વધશે. શનિવાર સંતાનો તેમજ ભાઈઓ પાછળ નાણાંનો વ્યય થાય. રવિવાર સંતાનો સાથે વાદ વિવાદ વધશે.
વૃષભ: સોમવાર કલ્પના શકિત પર સંયમ રાખશો વાસ્તવીકતાનો સ્વીકાર કરવાથી લાભ. મંગળવાર મનની ચંચળતાથી બચશો તો નુકશાન ઓછુ થશે. બુધવાર સ્થાવર જંગમ મિલ્કતમાં વધારો થાય. ગુરૂવાર કૌટુંબીક કારણોસર મુસાફરી થાય તેવા યોગ છે.શુક્રવાર દિવસ ઘણો જ સારો પસાર થશે હીમ્મત વધશે. શનિવાર ભાઈ-બેનો સાથે તેમજ માતા પિતા સાથે સારો મન મેળ રહેશે. રવિવાર ચિંતાઓ અને ખર્ચ વધશે.
મિથુન : સોમવાર આરોગ્ય તેમજ વાહન પાછળ ખર્ચ વધશે. મંગળવાર પરદેશ સાથેના સંબંધોમાં નાણાંનો લાભ થાય. બુધવાર વાગવુ પડવું તેમજ વાદ વિવાદથી નુકશાન થાય. ગુરૂવાર ધંધા વ્યવસાયના સ્થળે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી જેવા અનુભવ થાય. શુક્રવાર શ્વસુર પક્ષ તેમજ સાળા સાળીઓથી ધન લાભ થાય. શનિવાર ટૂંકા અંતરની મુસાફરીમાં સફળતા મળશે. રવિવાર પ્રવાસ અને મુસાફરીના યોગ પ્રબળ છે.
કર્ક : સોમવાર સરકારી કામકાજ તેમજ સરકાર તરફથી લાભ થશે. મંગળવાર પરિવારના વ્યક્તિઓ તરફથી સંપૂર્ણ મદદ મળશે. બુધવાર લાલચ અને સ્વાર્થવૃતિના કારણે આર્થીક નુકશાન થાય. ગુરૂવાર દૈનીક આવકમાં ઘટાડો થાય દરેક વ્યક્તિો સાથે મનદુઃખ થાય. શુક્રવાર શારીરિક તકલીફો આવે દરેક રીતે હેરાન થવાય. શનિવાર મહેનત વધુ કરવા છતાં સફળતા ઓછી મળે. રવિવાર આર્થીક આયોજનોમાં અવરોધ આવશે.
સિંહ : સોમવાર મિત્રો તેમજ પરદેશ તરફથી ધન લાભની આશા રાખી શકો. મંગળવાર વિચારો પર કાબુ રાખશો શેખચલ્લી બનવામાં મોટુ નુકશાન છે. બુધવાર દરેક રીતે આપ ધનની પ્રાપ્તી કરી શકશો. ગુરૂવાર મિત્રોની મદદથી શત્રુઓ તેમજ કોર્ટમાં વિજય મળશે. શુક્રવાર મંત્ર તંત્ર તેમજ ગુઢજ્ઞાનમાં આપની જીજ્ઞાસા વધશે. શનિવાર વડીલો તેમજ ધર્મની પાછળ નાણાંનો વ્યય થાય. રવિવાર નકારાત્મક વિચારોથી બચશો.
કન્યા : સોમવાર ધંધાકીય તેમજ આર્થીક બાબતો માટે ઉત્તમ દિવસ. મંગળવાર રાજકીય તેમજ પ્રભાવશાળી વ્યÂક્તની ભરપુર મદદ મળશે. બુધવાર ધંધા વ્યવસાયના વિકાસની તકો ઝડપી લેશો. ગુરૂવાર પરદેશ તરફથી તેમજ ગુઢ વ્યÂક્તઓ તરફથી સહકાર મળશે. શુક્રવાર આજે દરેક રીતે શુભ ફળ પ્રાપ્ત થવાનું છે. શનિવાર મિત્રો તેમજ મહેમાનોની પાછળ નાણાંનો વ્યય થશે. રવિવાર મિત્રો સાથે મોજમજા આરામનો દિવસ છે.
તુલા : સોમવાર સરકારી તેમજ પરદેશના કામકાજમાં નિષ્ફળતા મળશે. મંગળવાર વાગવું પડવું તેમજ વાદ વિવાદથી મુશ્કેલીઓ વધશે. બુધવાર સંતાનો તેમજ મિત્રો તરફથી પૂર્ણ સહકાર મળે. ગુરૂવાર દરેક કાર્યમાં સાવધ રહેવું હીતાવહ છે શુક્રવાર નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખશો. શનિવાર ખોટા સમાચાર તેમજ ખોટી વ્યÂક્તઓના કારણે ધંધામાં મુશ્કેલીઓ વધશે. રવિવાર માનસીક સંયમ રાખવો હીતાવહ છે.
વૃશ્ચિક : સોમવાર દામ્પત્ય જીવન તેમજ ભાગીદારના કામકાજમાં ગેરસમજ અને વિવાદ થાય. મંગળવાર સામાજીક કામ તેમજ દૈનીક કામોમાં યશ માન ધન મળશે. બુધવાર ધંધા વ્યવસાયમાં મુશ્કેલીઓ વધશે. ગુરૂવાર વાગવુ પડવું તેમજ જીવનસાથીની તંદુરસ્તીમાં મુશ્કેલીઓ આવશે. શુક્રવાર ધન પ્રાપ્તી થાય ધંધાના વિકાસ માટે શ્રેષ્ઠ દિવસ છે. શનિવાર ધન લાભ દૈનીક કામોમાં ખર્ચનું પ્રમાણ ઘટશે રવિવાર માનસીક ઉશ્કેરાટ વધશે.
ધન : સોમવાર સરકારી કામકાજમાં સફળતા સ્નેહીજનો સાથે મુલાકાત સફળ થાય. મંગળવાર મોસાળ પક્ષ તેમજ શ્વસુર પક્ષથી ધન લાભ થાય. બુધવાર દામ્પત્ય જીવનમાં ઘર્ષણથી બચશો. ગુરૂવાર પ્રવાસમાં તેમજ વાતચીતના કામોમાં નિષ્ફળ મળશે. શુક્રવાર આરોગ્યમાં નાની મોટી ગરબડો થાય. શનિવાર ઋતુજન્ય રોગોના કારણે તકલીફ વધશે. રવિવાર આરામ તેમજ સુસ્તીવાળો દિવસ છે.
મકર : સોમવાર મિત્રો તેમજ હીતેચ્છુઓની મદદ મળશે નહી. મંગળવાર જીવનસાથી તેમજ પ્રિય વ્યÂક્તઓ તરફથી અપમાન અને માનહાની થાય. બુધવાર શત્રુઓથી પરેશાની થાય તેમજ ધનની હાની થાય. ગુરૂવાર લાભની આશાથી કરેલા કામોમાં પીછેહઠ થાય. શુક્રવાર પ્રિય વ્યક્તિઅો તરફથી તેમજ કોન્ટ્રાકટના કામોમાં નુકશાન થાય. શનિવાર માનસીક સંયમ રાખશો કોર્ટ કચેરીના યોગ છે. રવિવાર કામોમાં નુકશાન અને નિષ્ફળતા મળશે.
કુંભ : સોમવાર વધુ પડતા લાગણીશીલ બનવાથી નુકશાન થશે. મંગળવાર આપની નીખાલસતાનો લોકો ખોટો લાભ લેવાના છે. બુધવાર સગાઈ લગ્ન તેમજ પ્રણયની બાબતો માટે શ્રેષ્ઠ દિવસ. ગુરૂવાર કામકાજમાં આળસ રાખવાથી કામો બગડવાના છે. શુક્રવાર ખોટા આક્ષેપનો સામનો કરવો પડશે. શનિવાર આજરોજ માનસીક પરેશાની તેમજ ચિંતાઓ વધે તેવા યોગ છે. રવિવાર સુસ્ત દિવસ પસાર થવાનો છે.
મીન : સોમવાર મુસાફરી થાય તેમજ શુભ સમાચાર મળશે. મંગળવાર પરદેશ સાથેના સંબંધોમાં ધન અને યશ મળશે. બુધવાર માતા પિતા દાદા દાદીના આરોગ્યમાં તકલીફ થાય. ગુરૂવાર જમીન મકાન તેમજ વાહનની ખરીદ વેચાણમાં સાવધાની રાખવી. શુક્રવાર શત્રુઓ અને રોગ પર સંપૂર્ણ વિજય મળશે. શનિવાર લોટરી તેમજ સ્પર્ધાલક્ષી કામોમાં લાભ થાય. રવિવાર ધર્મ પ્રત્યે શ્રધ્ધા વધશે.