સફીના હુસૈન ગરીબ છોકરીઓના ઉત્થાન માટે કાર્યરત

મુંબઈ, ફિલ્મમેકર હંસલ મહેતાએ ૫૪ વર્ષની ઉંમરે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા છે. ઈન્ટનેટ પર હંસલ મહેતાની પત્ની સફીના હુસૈનની ચર્ચા થઈ રહી છે. સફીના હુસૈન અને હંસલ મહેતા છેલ્લા ૧૭ વર્ષથી લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા હતા. બંનેના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ સૌ કોઈ સફીના વિશે જાણવા માટે ઉત્સુક છે. સફીના હુસૈન છોકરીઓના શિક્ષણ માટે કામ કરે છે.
તેઓ Educate Girls નામની સંસ્થા સાથે જાેડાયેલા છે. આ સંસ્થાને તેમણે ખાસ ઉદ્દેશ સાથે શરૂ કરી હતી. સફીનાએ બાળપણમાં ખરાબ સમયનો સામનો કર્યો હતો અને ત્યારથી જ તેમના મનમાં દીકરીઓ માટે કંઈક કરવાનું બીજ રોપાયું હતું. તેમનું બાળપણ કષ્ટદાયી રહ્યું હતું. તેમણે શોષણ વેઠ્યું અને ગરીબી પણ જાેઈ હતી.
સફીના હુસૈને ૨૦૧૯માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના જીવનનમાં કેટલાક રહસ્યો ખોલ્યા હતા. આ અંગે ખૂબ ઓછા લોકો જાણે છે કે સફીના ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા યુસુફ હુસૈનની દીકરી છે. ગત વર્ષે જ યુસુફ હુસૈનનું નિધન કોરોનાના લીધે થયું હતું.
સફીનાને એક્ટિંગ વારસામાં મળી હતી પરંતુ તેણે પોતાના માટે અલગ ફિલ્ડ પસંદ કર્યું. તેમના કામ માટે અઢળક અવોર્ડથી સન્માનિત રરાયા છે. સફીનાએ એજ્યુકેટ ગર્લ્સ નામની સંસ્થા શરૂ કરવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું, મારી પોતાની જર્નીના કારણે મેં આ સંસ્થા શરૂ કરી હતી. હું દિલ્હીમાં ઉછરી છું અને મારું બાળપણ ખરાબ રહ્યું છે. મેં ગરીબી, હિંસ જાેયા છે અને શોષણ પણ વેઠ્યું છે.
પપ્પાના એક મિત્રની મદદથી હું ટ્રોમામાંથી બહાર આવી શકી હતી. હું મારા પરિવારમાંથી યુનિવર્સિટી જનારી પહેલી મહિલા છું. સફીનાએ જણાવ્યું કે, શિક્ષણના લીધે તે ગરીબી અને શોષણ જેવી સમસ્યાઓમાંથી નીકળી શકી અને અન્ય છોકરીઓનું ભવિષ્ય સુધારવાનો ર્નિણય કર્યો. પરંતુ શરૂઆત સારી ના રહી.
ઈન્ટરવ્યૂમાં સફીનાએ કહ્યું કે, તેણે જ્યારે છોકરીઓના શિક્ષણ માટે ઘરે-ઘરે જવાનું શરૂ કર્યું ક્યારે ખૂબ સમસ્યા આવી હતી. લોકો મોં પર દરવાજાે બંધ કરી દેતા હતા. પરંતુ ધીમે ધીમે લોકસહકાર મળવા લાગ્યો. આજે સફીના હુસૈનનો ઉદ્દેશ ૧૬ લાખ છોકરીઓને શિક્ષિત કરવાનો અને તેમને સશક્ત બનાવાનો છે.
આ છોકરીઓ અને સફીનાના એનજીઓના લોકો તેને ‘મોટી દીદી’ માને છે. તો કોઈ મેડમ કહીને માન આપે છે. સફીના હુસૈન એ સમય નથી ભૂલ્યા જ્યારે લંડનમાં અભ્યાલ કરવા માટે પિતા પાસે મદદ માગી હતી. તેમના પિતાએ અભ્યાસ માટે રકમ પૂરી પાડવા મિત્રો અને સંબંધીઓ પાસેથી નાણાં ઉધાર લેવાની કોશિશ કરી ત્યારે તેમણે રોક્યા હતા.
તેઓ કહેતા હતા કે, દીકરીઓના ભણવા પાછળ વધુ રૂપિયા ના ખર્ચાય. પરંતુ યુસુફ હુસૈને દીકરીને ભણાવવા માટે પોતાનો બિઝનેસ વેચી દીધો અને ટોણાં મારતા લોકોથી અંતર જાળવવાનું શરૂ કર્યું. સફીનાનું કહેવું છે કે, પિતાનો સાથ ના મળ્યો હોત તો તેઓ પિતૃસત્તાની બલી ચઢી ગયા હોત.SS1MS