સફેદ ડાઘ અને આયુર્વેદઃ ચિંતા છોડી દો
આયુર્વેદ ઔષધો માટેનો મહાસાગર છે. જેઓ મરજીવા થઈ ડૂબકી મારે છે તેને મોતી જેવા મહામૂલા ઔષધો જડે છે. જેને આજે સંશોધન કેડી કહીએ તો ચાલે. સતત ઔષધોની ચકાસણી કરતા રહેવાથી કંઈને કંઈ નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. માણસનું સૌંદર્ય થોડા ઘણા અંશે પણ એની ચામડી ઉપર આધારીત રહે છે. સૌંદર્ય બક્ષતી આપણી ત્વચા ચામડીમાં જા સફેદ ડાઘ થાય તો દરેક માણસ ઘેરી ચિંતામાં મુકાઈ જાય છે. આધુનિક વિજ્ઞાનમાં આને લ્યુકોડર્મા કહે છે. લ્યુકો એટલે સફેદ અને ડર્મા એટલે ડાઘ થાય છે.
આજકાલ આવા સફેદ ડાઘવાળા દર્દીઓ મોટા પ્રમાણમાં જાવા મળે છે અને તેઓ આવા ડાઘ દૂર કરવા માટે ખૂબ જ પૈસા ખર્ચી નાંખે છે. લાંબી ચિકિત્સા બાદ તો પરેજી અને દવાઓથી કંટાળી જઈને છેવટે તેને મટાડવાના ઉપાયો જ છોડી દે છે અને પરિણામે ડાઘ ધીમે ધીમે વધતાં જાય છે. ડાઘના રોગીને ટેન્શનનું પ્રમાણ વધુ હોય તો કોઈપણ ઔષધ ફાયદો બતાવતી નથી અને આવા રોગી પોતાના સફેદ ડાઘને કારણે સતત ચિંતાશિલ જ રહેતાં હોય છે. એ પણ આ રોગની એક કરુણતા છે. આવા રોગમાં ચામડી ઉપર શરૂઆતમાં વાળ કાળા રહે છે અને ધીમે ધીમે સફેદ થવા માંડે છે.
કાળા વાળ હોય ત્યાં સુધી રોગમાં સુધારો થવાની શક્યતા વધારે છે. અમારા એક સંબંધી મિત્ર ત્રણેક મહિના પહેલા ચિંતાતુર વદને મને મળવા આવ્યા. થોડી ઘણી વાતો બાદ એમણે એમના પીઠના પાછળના ભાગમાં સફેદ ડાઘ બતાવતાં કહ્યું કે, આ સફેદ ડાઘ તો ધીમે ધીમે વધતાં જ જાય છે. અને એમની ચિંતાનું મુખ્ય કારણ તો એ હતું કે આવા સફેદ ડાઘની શરૂઆત મોઢા ઉપર પણ થઇ ગઇ હતી અને જા આવા ડાઘ વધી જાય તો આ રોગ વારસાગત છે એમ માની જ્ઞાતિમાં એમની દીકરીના લગ્નમાં પણ ઘણું મોટું વિઘ્ન આવી જાય.
મેં સૌથી પહેલાં તો એમને ચિંતા છોડી દેવાની સલાહ આપી અચાનક એમને યાદ આવ્યું કે ઘણા વર્ષાે પૂર્વે આવા જ કોઈ દર્દીને લઇને એ મારા પિતાજીને મળ્યા હતાં. જેઓ તે જમાના ખ્યાતનામ વૈદરાજ હતા અને એમની કોઈક ચિકિત્સાથીએ દર્દીને સફેદ ડાઘ દૂર થયા હતાં.
એમની આ વાતે મને એમની ચિકિત્સા કરવામાં એક નવી દિશા બતાવી. ત્રણેક ફાઈલોમાંથી કૂલજરી, સફેદ ડાઘનો અકસીર ઉપાય લખેલ થોડા પેપર્સ મળ્યા. તાત્કાલિક આ ગોળી બનાવી ફૂલજરી અને બીજી કેટલીક દવાઓ સાથે એમની ચિકિત્સા શરૂ કરી. ધીમે ધીમે સફેદ ડાઘમાં ચામડીનો કુદરતી રંગ આવતો ગયો.
બરાબર ત્રણ મહિને હમણાં જ તેમને સફેદ ડાઘ બિલકુલ જતા રહ્યા. તે જાઈને પછી તો આ ગોળી અને તેના સંયોજનમાં આપવા માટેની અન્ય ઔષધો મોટા પ્રમાણમાં બનાવી અને મારા દર્દીઓ ઉપર ઉપયોગ કર્યાે. જેઓ આને ખૂબ જ આનંદીત થઇ મારા પિતાજીની આ દેણને યાદ કરે છે. તેમના પરના આ અનુભવને જનહીતાર્થે આ લેખ લખવા વિચાર્યું. કૂલજરીની ગોળી જે મારા પિતાજીએ બહોળા વૈદકીય જ્ઞાનના આધારે બનાવી હતી તેનું હું અહીં વર્ણન કરું છું.
કૂલજરી મુખ્યત્વે પારિજાતમાંથી બનાવાય છે. મોટો બાવચાને રાતે પલાળી સમભાગે કાળા તલ સાથે મેળવી ધાણીમાં પીલી તેલ કાઢવું. પારિજાતના ફૂલ અને તેલ વારંવાર નાંખતાં જવું અને ઘૂંટતા જવું. ત્રણ અઠવાડીયા સુધી આ ક્રમ જાળવી રાખવો.
ત્યારબાદ જા તેલની ચીકાશ વધારે હોય, ગોળી બની શકે તેમ ન હોય તો પારીજાતના પત્તા તેના વજન પ્રમાણે મેળવવા અને ખૂબજ બારીક કુટવા. ગોળી બનવા જેવું થાય ત્યારે ૨૫૦ મિ.ગ્રા.ની ગોળી બનાવવી. સુકાવા દેવી, પછી બાટલીમાં ભરી લેવી.
માત્રાઃ શરૂઆતમાં ૧-૧ ગોળી ત્રણ વખત ખેરછાલ ૧૦ ગ્રામ, બાવચી અઢી ગ્રામ, આમળા અઢી ગ્રામ, તેના ભૂકો કરી બે કપ પાણીમાં ઉકાળી ૧ કપ બાકી રહે ત્યારે બાટલીમાં ભરી લેવું. તેના ત્રણ ભાગ કરી ગોળી ઉકાળા સાથે ત્રણ વખત લેવાની છે. બીજા અઠવાડિયામાં ગોળીનું પ્રમાણ ૧-૧ કરતાં વધારવું. દર અઠવાડિયે રોગીએ પોતાનું બલાબલ અને રોગનું બળ ધ્યાનમાં રાખી પ્રયોગ કરવા. ૭-૭ ગોળી ત્રણ-ચાર આપીને આ પ્રયોગ કર્યાે છે. કોઈકને કદાચ દાહ-બળતરા જેવં જણાય તો રસાયણ ચૂર્ણ ૩ ગ્રામથી સાકર સાથે એકવાર લેવાં. આ ગોળીને ગૌ મૂત્રમાં કે લીંબુના રસમાં ઘૂંટીને ડાઘ ઉપર લગાવી સૂર્યના કિરણો લેવાનું સૂચવું છું. કેટલાંકને ચામડી ઉપર ફોલ્લો થઇ આવે કે ચામડી ખરબચડી થાય ત્યારે એકાદ બે દિવસ આ દવા લગાડવી નહીં. ડો.શ્રીરામ વૈદ્ય ૯૮૨૫૦૦૯૨૪૧