સફેદ રંગ અને વ્યક્તિત્વ: આપનું વ્યક્તિત્વ, આપનો મૂડ અને આપનો ઝુકાવ શેના તરફ છે
આપનું વ્યક્તિત્વ, આપનો મૂડ અને આપનો ઝુકાવ શેના તરફ છે ! એ દર્શાવે છે આપનો પસંદીદા કલર. કેટલાંક રોગોની સારવારમાં કલર થેરપી નો ઉપયોગ કરવામાં આવે છે અને અદભુત પરિણામો મળ્યા છે .
સફેદ કલર શાંતિ અને શુદ્ધતા દર્શાવે છે .વ્યક્તિની આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ પણ સફેદ રંગ દર્શાવે છે .વિચારો ની શુદ્ધતા ,ઉચ્ચતા અને પવિત્રતા પ્રદર્શિત કરે છે .
સફેદ રંગ પસંદ કરનારા ….કપટ વિનાના સ્વભાવના કારણે મિત્ર વર્તુળમાં બહોળા પ્રમાણમાં લોકપ્રિય હોય છે .બંધિયાર વાતાવરણ માં આવાં લોકોનો દમ ઘુંટવા લાગે છે .સાહસિક સ્વભાવના લીધે ખુબ પ્રસિદ્ધિ પામે છે .જીવનના તમામ પાસાને બેલેન્સ કરીને જીવવાનું આવાં લોકોને પસંદ હોય છે .
દરેક ધર્મમાં સફેદ રંગ નું અલગ મહત્વ છે . હિન્દૂ ધર્મમાં સફેદ રંગ ઉદાસીનતા અને જીવન પ્રત્યે વૈરાગ્યની ભાવના સાથે જાેડાયેલી છે .જયારે ખ્રિસ્તી ઘર્મમાં સફેદ રંગના ગાઉનમાં યુવતી લગ્ન કરે છે .સફેદ રંગ શાંતિ અને સુલેહની ભૂમિકામાં મહત્વનો ભાગ ભજવે છે .
સામે વાળી વ્યક્તિનો ભરોસો આપોઆપ વધી જાય છે .જાે તમે સફેદ રંગના વસ્ત્રો પહેરશો તો. જે લોકોને ડિપ્રેસન , હાઇપર ટેંશન અને એન્ઝાયટી રહેતી હોય તે લોકો એ સફેદ રંગનો ઉપયોગ પોતાનાં બેડરૂમની દિવાલ પર, બેડશીટ અને પડદા પર જરૂર કરવો જાેઈએ .
વધુ પડતું તોફાની અને આક્રમક વલણ ધરાવતાં બાળકને સફેદ રંગના પોશાક વધુ પહેરાવવાં જાેઈએ .સમય જતા બાળકના વર્તનમાં નોંધપાત્ર પરિવતર્ન જરૂર આવશે. સફેદ રંગને કોઈ રંગ ના કહેતાં એ બીજા રંગનો પાયો છે અથવા તો મહત્વની સપાટી છે એવું કહીયે તો પણ ચાલે .
વિશાળતા … ગહનતા ….અને અનંતતા ….એટલે શ્વેત ,ધવલ અને સફેદ રંગ. જેમ પ્રકાશ અને વાણી એક એનર્જી છે , તેવી જ રીતે રંગની પણ એનર્જિ હોય છે .તેથી રંગોનું એક અલગ મહત્વ અને પ્રભુત્વ આપણાં જીવન અને વિચારો પર હોય છે. રંગોનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રંગોની અતરંગી વાતો અહીં કરીશું.