સફેદ વાળ સાથે જન્મ્યું બાળક !!!
આ દુનિયામાં દરેક માણસ કોઈને કોઈ રીતે ખાસ હોય છે. આ જ કારણ છે કે, દુનિયા રહેવા માટે આટલી શાનદાર છે. આજના સમયમાં એ વાત જરાં પણ મહત્વની નથી કે, તમારું બાળક કેવું છે. જો કે, અમુક સમયે બાળકના જન્મથી જ તે લોકોમાં આકર્ષણમાં ઉપજાવતું હોય છે. હંગેરીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.અહીં બાળકે હોસ્પિટલમાં ગ્રે વાળ સાથે જન્મ લીધો છે, જે હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઈન્ટરનેટ પર આ બાળકની તસ્વીરો વાયરલ થઈ રહી છે.
ખાસ કરીને જોવા જઈએ તો, હંગેરીના લોકોના વાળ સામાન્ય રીતે ખૂબ કાળા અને ભરાવદાર હોય છે. ત્યારે આ બાળકના ભૂરા વાળ પર સોની નજર ગઈ છે. આ બાળકનું નામ બેંન્સ છે. જ્યારે આ બાળકનો જન્મ થયો તો, મા બાપની સાથે સાથે ડોક્ટર પણ હેરાન થઈ ગયા હતા.આ બાળકની ખાસયિત એ છે કે, તેના વાળ ભૂરા તો છે જ સાથે સાથે ભરાવદાર પણ છે.આ બાળક તેના મા બાપને ત્રીજું સંતાન છે. તેઓ પણ બાળકના આવા વાળ જોઈ અચંબિત થઈ ગયા હતા. ડોક્ટર્સે પણ આ અંગે વધું તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે, આ બાળકની નોર્મલ ડિલીવરી થઈ છે. ઉપરાંત પ્રેગન્સી દરમિયાન માને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી. બેંન્સના મા બાપને તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા થઈ રહી છે. પણ જ્યારે ડોક્ટર્સે કહ્યું કે, કોઈ ચિંતાનું કારણ નથી, ત્યારે તેના મા બાપને શાંતિ થઈ.