સબંધને નિભાવવા માટે અમે તો સાવ નમી ગયા ચહેરો શું ગમી ગયો તમે તો ભાવ ખાતા થઈ ગયા
આલય આમ આળસુ બનીને ક્યાં સુધી સૂઈ રહીશ. પથારીમાંથી ઊભો થા અને ર્મોનિંગ વોક માટે જો તેમ આલયના માતા કહે છે ત્યારે આલય પથારીમાંથી ઊભો થાય છે અને કહે છે કે હું આજે તમારા કહેવાથી ર્મોનિંગ વોક માટે જઉં છું પરંતુ કાલથી મને શાંતિથી સુવા દેજો. આલય થોડીવારમાં જ તૈયાર થઈ જાય છે. રસ્તો સૂમસામ છે અને સૂર્યોદય થવાને હજુ થોડી વાર છે આવા સમયે આલય નામનો યુવક ર્મોનિંગ વોક માટે નીકળે છે અને તેની નજર સોનાલી નામની યુવતી પર પડે છે. આલયને પહેલી નજરે જ સોનાલી ગમી જાય છે. ર્મોનિંગ વોકનો પહેલો દિવસ હોવાથી આલય સોનાલીની વધૂ નજીક જવાનું ટાળે છે અને થોડા સમય પછી ઘરે પરત આવે છે.
પરંતુ ઘરે આવ્યા પછી પણ આલય સોનાલીના ચહેરાને ભૂલી શકતો નથી. આલય ઘરેથી કોલેજ જવાના બદલે સોનાલીને જે રસ્તા પર જોઇ હતી ત્યાં પહોંચી જાય છે અને ચારે બાજુ સોનાલીને શોધવા લાગે છે. કોલેજ જવાનો સમય થતા સોનાલી ઘરેથી નીકળે છે અને રસ્તામાં જ આલયની નજર સોનાલી પર પડી જાય છે. પછી તો આલય સોનાલીનો પીછો કરે છે અને તેની કોલેજ સુધી પાછળ પાછળ પહોંચી જાય છે.
સોનાલી ક્લાસરૂમમાં જતી રહે છે પરંતુ આલય કોલેજ કેમ્પસમાં જ બેસીને સોનાલી વિષે માહિતી મેળવવા લાગે છે. પછી તો આવો નિત્યક્રમ બની જાય છે કે ર્મોનિંગ વોકમાં સોનાલીની આગળ પાછળ આલય હોય અને સોનાલી કોલેજ જાય ત્યારે આલય તેની પાછળ કોલેજ સુધી પહોચી જાય. સોનાલીનો ચહેરો જોયા પછી જ આલય તેની કોલેજમાં અભ્યાસ કરવા માટે જાય છે અને સોનાલી છુટે તે પહેલા કોલેજના દરવાજા બહાર સોનાલીની ઝલક નિહાળવા માટે પહોચી જાય છે. થોડા મહિનાઓ સુધી આવુ ચાલ્યા કરે છે અને સોનાલીની ઝલક નિહાળીને આલય ખુશ થઇ રહ્યો છે પરંતુ સોનાલીને ખબર પડી જાય છે કે કોઇ યુવક તેનો પીછો કરી રહ્યો છે. સોનાલી જ્યારે માહીતી મેળવે છે ત્યારે તેને ખબર પડે છે કે આ યુવક આલય છે અને તેની બાજુની કોલેજમાં જ અભ્યાસ કરી રહ્યો છે. સોનાલીએ પણ જાણી જાય છે કે આલય તેને પ્રેમ કરી રહ્યો છે.
ર્મોનિંગ વોક દરમ્યાન આલય સોનાલીની સાથે વાતચીત કરવાની તક શોધી રહ્યો હોય છે. એક દિવસ આલય હિમ્મત કરીને સોનાલી પાસે પહોંચી જાય છે અને કહે છે કે, તમે ખુબ જ હેલ્થી છો અને ફીટ છો. તમાને નિહાળીને જ મને ર્મોનિંગ વોક પર આવવાની પ્રેરણા મળી છે. આ સાંભળીને સોનાલી કહે છે કે, હું તમને બહુ ઓળખતી નથી ફક્ત તમે રસ્તા પર જોવા મળી જાવ છો આટલી જ ઓળખાણ છે.
આલયે કહ્યુ કે, હું તમારી કોલેજની બાજુની કોલેજમાં જ અભ્યાસ કરી રહ્યો છુ અને તમારા ઘરથી પણ નજીકમાં જ રહુ છુ. ત્યારે આશ્ચર્ય સાથે સોનાલીએ કહ્યુ કે, ઓહ… ખુબ જ સરસ. અત્યાર સુધી આપણે તો નજીકમાં રહેવા છતાં પણ અજાણ્યા જ રહ્યા. આ સાંભળીને આલયથી બોલાય ગયુ કે, તમે મારા માટે સહેજ પણ અજાણ્યા નથી. તમે ક્યાં રહો છો અને આખો દિવસ શું કરો છો તેનાથી હું સંપુર્ણપણે પરીચિત છું. સોનાલીએ ફરી આશ્ચર્યથી પુછ્યુ કે, મારા વિશે આટલી પાક્કી માહીતી ક્યાથી લાવ્યા? ત્યારે આલયે કહ્યુ કે, હું આપને મારા મિત્ર માનુ છુ અને એક મિત્ર બીજા મિત્રની જાણકારી નહી રાખે તો કોણ રાખશે. આ સાંભળીને સોનાલી ખડખડાટ હસવા લાગે છે અને બન્ને છુટા પડે છે. પછી તો આલય અને સોનાલ અવાર નવાર ર્મોનિંગ વોક દરમ્યાન અને કોલેજમાં મળતા રહે છે અને વાતચીત કરતા રહે છે.
સતત સંપર્ક અને વધુ સમય સાથે પસાર કરવાના કારણે આલય અને સોનાલી વધુ નજીક આવવા લાગે છે. નિત્યક્રમ મુજબ સોનાલી કોલેજમાંથી બહાર નિકળી રહી છે ત્યારે આલય તેની પાસે પહોંચી જાય છે અને કહે છે કે, આજે આપણે ફિલ્મ જોવા સાથે જઇએ. આલય દેખાવમાં ખુબ સારો અને સ્વભામમાં વિનમ્ર હોવાથી સોનાલીને પણ ગમવા લાગે છે એટલે તે ફિલ્મ જોવા જવા માટેની હા પાડે છે. બન્ને ફિલ્મ જોવા માટે નજીકમાં મલ્ટીપ્લેક્ષમાં પહોંચે છે અને ફિલ્મ નિહાળ્યા પછી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરીને છુટા પડે છે.
એક વખત સાથે ફિલ્મ જોવા ગયા પછી તો સોનાલી આલય પાસે અવાર નવાર મલ્ટીપ્લેક્ષ, હોટલ, મોલમાં જવાની માંગણી કરી રહી છે અને આલયના પૈસે મજા મણી રહી છે. આલય સોનાલીના પ્રેમમાં પાગલ થઇને ભાન ભુલી જાય છે અને મિત્રોની સાથે રહેવાના બદલે સોનાલીની આગળ પાછળ જ ફર્યા કરે છે. તો બીજી બાજુ સોનાલી તેના નાનામાં નાના કામ માટે આલયની મદદ લઇ રહી છે અને આલય પર સંપુર્ણ નિર્ભર થઇ જાય છે.
કોલેજના છેલ્લા વર્ષમાં વેલેન્ટાઇન વીક દરમ્યાન રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, કિસ ડે, હગ ડે, વેલેન્ટાઇન ડેના નામ પર સોનાલી આલય પાસે ખુબ જ ખોટા ખર્ચાઓ કરાવી રહી છે અને આ દરમ્યાન આલયના મિત્રો તેને ખુબ સમજાવે છે છતાં પણ તે સોનાલીના પ્રેમને પમાવા માટે સોનાલી કહે તે જ કરી રહ્યો છે. કોલેજનો અભ્યાસ પુર્ણ થયા પછી થોડા મહિનાઓ સુધી તો આલયને મળવા માટે સોનાલી આવી રહી છે. પરંતુ પરીવાર દ્વારા યોગ્ય યુવક પસંદ કરી સોનાલીની સંમતીથી લગ્ન નક્કી કરવામાં આવે છે. પોતાના લગ્નના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં પણ સોનાલી આલયને લગ્ન વિશે કોઇ જ વાત કહેતી નથી. આલય જ્યારે મળવા બોલાવે ત્યારે કોઇને કોઇ બાહનું કાઢીને સોનાલી આલયને મળવાનું ટાળી રહી છે.
સોનાલીના વર્તનમાં પરીવર્તન અને સતત અવગણના થવાથી આલય હતાશ થઇ જાય છે. આવા આપત્તિના સમયે આલયના મિત્રો જ તેને સંભાળે છે અને કહે છે કે, આલય તે સોનાલીને સાચા મનથી જ પ્રેમ કર્યો છે પરંતુ સાનોલી એ ફક્ત તારો ઉપયોગ જ કર્યો છે. સોનાલી તને પ્રેમ કરતી જ નથી અને તેના લગ્ન પણ નિશ્ચિત થઇ ગયા છે. આ સાંભળીને આલય ભાંગી પડે છે અને મિત્રોની સલાહ ન માનવાનો પસ્તાવો કરી રહ્યો છે. આલય સોનાલીને ફોન કરીને કહે છે કે જો તું આજે મને મળવા માટે નહી આવે તો હું તારા ઘરે આવીને આપણી સઘળી હકીકત બધાને કહી દઇશ.
જેથી સોનલ સાંજના સમયે આલયને મળવા માટે આવે છે. આલય કહે છે કે, તમે મારી સાથે પ્રેમના નામે વિશ્વાસઘાત કેમ કર્યો? ત્યારે સોનાલી કહે છે કે, મે કોઇ વિશ્વાસઘાત નથી કર્યો અને કોલેજના અભ્યાસ દરમ્યાન મેં તને પ્રેમ આપ્યો જ છે અને સાથે મજા પણ કરી છે. પરંતુ એ કોલેજના દિવસો હતા અને આ મારી જીંદગીનો પ્રશ્ન હોવાથી હું લગ્ન કરી રહી છું. હું લગ્ન કરીને નવી જીંદગી શરૂ કરી રહી છુ અને તું પણ લગ્ન કરીને મેને ભુલી જજે. આલય કહે છે કે, “સબંધને નિભાવવા માટે અમે તો સાવ નમી ગયા, ચહેરો શું ગમી ગયો તમે તો ભાવ ખાતા થઈ ગયા” પછી તો આળયને ક્યારેય સોનાલી મળતી નથી અને આલય થોડા વર્ષો પછી સામાજીક રીતિ રીવાજથી લગ્ન કરી લે છે. તેમ છતાં પણ આલયને કોલેજ દરમ્યાન થયેલ પ્રેમનો પસ્તાવો આજીવન રહે છે.