સબકા સાથ સબકા વિકાસનો નારો ખોટો છે: શાયર મુનવ્વર રાણા
લખનૌ, શાયર મુનવ્વર રાણા હંમેશા પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે ચે. હાલમાં તેમણે પલાયનને લઈને પોતાની જૂની વાત ફરી કરી છે. તેમણે કહ્યું કે, યોગી જીનો જિન્ના સાથે ખાનદાની સંબંધ હશે, મારા પર એટલો અત્યાચાર થયો છે કે મારે પલાયન કરવું પડશે.
મુનવ્વર રાણાએ આગળ કહ્યુ કે, મારા પર એટલા અત્યાચાર થયા છે કે મારે તે કહેવું પડી રહ્યું છે કે પલાયન કરવું પડશે, પાછલા દિવસોમાં અમને સત્તાએ ખુબ પરેશાન કર્યા. અમારા વિરુદ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી. તેમણે કહ્યું કે, કોઈ વાત કહેવી અને સત્ય બોલવા પર હ્લૈંઇ નોંધવામાં આવે છે. ઓવૈસીની નાદાનીથી યોગી સરકારમાં આવે છે તો અમે પલાયન કરી દેશું.
ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યુ કે, જાે અમિત શાહ ગણી શકે છે તો ખ્યાલ આવશે કે યૂપીથી કેટલા મુસલમાન પલાયન કરી ચુક્યા છે. તેણણે કહ્યું કે, રાજનીતિ સાથે મારે કોઈ સંબંધ નથી, મારો રાજનીતિ સાથે એટલો સંબંધ છે જેટલો મહાત્મા ગાંધીનો ખરાબ મહિલાઓ સાથે.
હું રૂલિંગ પાર્ટીની હંમેશા આલોચના કરતો રહ્યો છું. સીએમ યોગી પર કટાક્ષ કરતા તેમણે કહ્યુ કે, યોગી કેમ જિન્ના અને પાકિસ્તાન કરી રહ્યાં છે? તે કોને બોલી રહ્યાં છો, યોગી જીનો ખુદનો ખાનદાની સંબંધ હશે જિન્ના સાથે, આ સિવાય તેમની પાસે કોઈ કામ નથી.
પાકિસ્તાન બાળક છે અને આપણે માતા છીએ. અસલી દુશ્મન તો ચીન છે. ૫૬ ઇંચની છાતીવાળા પીએમ બધુ કહી શકે છે પરંતુ ચીની અને ચીન બોલવાનું ભૂલી જાય છે. જાે ચીનીની જગ્યાએ સુગર બોલે છે, કારણ કે ચીન બોલવાથી ડરી ગયા છે.
રાણાએ આગળ કહ્યુ કે, એવોર્ડ વાપસીના સમયે મેં મોદીજી ને કહ્યુ હતુ કે અખલાકના ઘરે જાવ અને તેના આંસુ લુછો, ત્યારે જુઓ આ ૨૦ કરોડ મુસલમાન બધાને છોડીને તમારી તરફ આવી જશે. ભાજપમાં પણ સારા લોકો છે પરંતુ યોગી સારા નથી. તેમણે કહ્યું કે, સબકા સાથ સબકા વિકાસનો નારો ખોટો છે. અમે અહીં રહેવામાં ડરીએ છીએ. અહીં ઉત્તર પ્રદેશની સ્થિતિ સારી નથી.HS