સબલપુર ગ્રામ પંચાયતે માસ્ક વિના ફરતા લોકો સામે કાર્યવાહી કરી 12,000 /- દંડ વસુલ્યો

ભિલોડા: કોરોના વાઈરસની મહામારીમાં સમગ્ર દેશ લડત લડી રહ્યો છે.સરકારના જાહેરનામાનો ભંગ કરતા જાહેરમાં માસ્ક વિના ફરતા અને થુંકતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સબલપુર ગૃપ ગ્રામ પંચાયત દ્વારા માસ્ક વિના ફરતા લોકો સામે સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી.મોડાસાના હજીરા સર્કલ,ગણેશપુરા ચોકડી અને જી.આઈ.ડી.સી વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતા લોકોને દંડ ફટકારી આજ દિન સુધીમાં રૂપિયા.12,000/- વસુલ્યા હતા.સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી ગીરધરભાઈ પંડ્યા,પંચાયત સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી