સમગ્ર કાવતરા હેઠળ બાબરી તોડવામાં આવી હતી: પૂર્વ ન્યાયમૂર્તિ
નવીદિલ્હી, બાબરી મસ્જિદ વિધ્વંસ કાડમાં વિશેષ સીબીઆઇ અદાલતે બુધવારે નિર્ણય સંભળાવ્યો કોર્ટે પોતાના નિર્ણયમાં મજબુત પુરાવાના અભાવે અને ધટનાની સુનિયોજિત ન હોવાનો હવાલો આપતાં તમામ ૩૨ આરોપીઓને મુકત કરી દીધા છે.હવે આ મામલાની તપાસ કરનારી લિબ્રહાન કમીશનના અધ્યક્ષ જસ્ટિસ લિબ્રહાનનું કહેવુ છે કે બાબરી મસ્જિદને તોડવાનું એક કાવતરૂ હતું અને મને હજુ પણ તેના પર વિશ્વાસ છે.
ન્યાયમૂર્તિ મનમોહનસિંહ લિબ્રાહને એક અંગ્રેજી અખબારને આપેલ મુલાકાતમાં કહ્યું કે મારી સામે મામલામાં જે પણ પુરાવા રાખવામાં આવ્યા હતાં તેનાથી સ્પષ્ટ થાય છે કે બાબરી મસ્જિદને તોડવાનું સુનિયોજીત હતું મને યાદ છે કે ઉમા ભારતીએ આ ધટના માટે જવાબદારી પણ લીધી હતી આખરે કોઇ અનદેખી શક્તિએ તો મસ્જિદ તોડી નથી આ કામ ઇસાનોએ જ કર્યું છે.
એ યાદ રહે કે ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કારસેવકોએ બાબરી મસ્જિદને તોડી પાડી હતી. આ મામલામાં ત્યારે ઘટનાના કાવતરૂ રચવામાં ભાજપ નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જાેશી ઉમા ભારતી તે સમયના મુખ્યમંત્રી કલ્યાણસિંહ સહિત અનેક અન્ય હિન્દુવાદી નેતાઓના નામ સામે આવ્યા હતાં જાે કે ૨૮ વર્ષ બાદ આ કેસમાં તમામ આરોપીઓને મુકત કરવામાં આવ્યા હતાં.
બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ સરકારે આ ઘટનાની તપાસ માટે લિબ્રહાન આયોદની રચના કરી હતી આ આયોગે ૧૭ વર્ષ ચાલેલી તપાસ બાદ ૨૦૦૯માં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો હતો તેમાં સંધ અને ભાજપના મોટા નેતાઓ પર બાબરી મસ્જિદ વિધ્વંસમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો રિપોર્ટમાં એક જગ્યાએ કહેવામાં આવ્યું હતું કે આ વરિષ્ઠ નેતાઓએ સક્રિય કે નિષ્ક્રિય રીતે મસ્જિદ તોડવાનું સમર્થન કર્યું હતું. કમીશને કહ્યું હતું કે કારસેવકોનું અયોધ્યામાં પહોંચવું ન તો અચાનક હતું અને ન તો તે બધા પોતાની જ મરજીથી ત્યાં આવ્યા હતાં.આ પુરી રીતે સુનિયોજીત હતું જેની પહેલાથી જ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.
જસ્ટીસ લિબ્રહાને કહ્યું કે આ મામલામાં તેમની શોધ એકદમ યોગ્ય અને ઇમાનદાર હતી અને તેમાં કોઇ પક્ષપાત પણ કરવામાં આવ્યો ન હતો.તેમણે કહ્યું કે આ એક એવો રિપોર્ટ છે જે બતાવે છે કે કયારે શું અને કેવી રીતે થયું આ ઇતિહાસનો હિસ્સો હશે જાે કે તેમણે કોર્ટના નિર્ણય પર કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે તમામે પોતાનું કામ ઇમાનદારીથી કર્યું અને કોર્ટને અલગ નિર્ણય સંભળાવવાનો અધિકાર છે કોર્ટના કામકાજની શક્તિ પર પર સવાલ ઉઠાવી શકાય નહીં.HS