સમગ્ર ગુજરાત ધુમ્મસની ચાદરમાં લપેટાયું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: માગશરમાં અષાઢી માહોલ- ગુજરાતમાં ખાસ ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ પડતાં હવામાનમાં એકાએક જ પલટો આવ્યો છે. અને ઠડીનું જાર વધવા પામ્યુ છે. ઠંડીની સાથે સાથે ધુમ્મસથી વિઝીબિલીટી ઓછી થઈ રહી છે. જેથી વાહનચાલકોને ભારે મુશ્કલીઓ સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસ તથા વિઝીબિલીટી ઓછી થવાને કારણે ઘણે ઠેકાણે ટ્રાફિક જામના દ્રષ્યો જાવા મળી રહ્યા છે.
ટ્રાફિક જામને કારણે એસ.ટી.ની બસો પણ મોડી દોડી રહી છે. ઉત્તર ભારત, કાશ્મીર તથા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાને કારણે આગામી દિવસોમાં ભારે ઠંડી પડશે તેમ હવામાન ખાતાના સુત્રો જણાવી રહ્યા છે. વાતાવરણમાં એકાએક પલટો આવતા તથા કરા અને કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત સુધી માવઠાની અસર જાવા મળી રહી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માગસર માસમાં પડી રહેલા કમોસમી વરસાદ તથા કરા પડવાની ઘટનાને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાન સંદર્ભે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે થયેલ નુકશાનનું સર્વે થશે. અને નુકશાનના બદલામાં રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરશે.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હજારો રૂપિયાનું નુકશાન થવાને અંદાજ વેરાવળ માર્કેટીંગ યાર્ડના સત્તાવાળાઓમાંથી ભયંકર બેદરકારીને કારણે ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ૧પ૦૦ જેટલી ગુણી પલળી ગઈ હોવાના સમાચાર છે. વેરાવળમાં ખુલ્લા મેદાનમાં મંગફળી રાખવામાં આવેલી હોવાનું કહેવાય છે. મગફળીની હજારો બોરીઓ આડેધડ રાખવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં ઠંડી સાથે પવનનું પણ જાર વધવા પામ્યુ છે. તથા ધુમ્મસભર્યુ વાતાવરણ જાવા મળે છે. શહેરમાં લઘુત્તમ તાપમાન ૧ર.૮ નોંધાયુ છે. જ્યારે ગાંધીનગરમાં લઘુતમ ઉષ્ણતામાન ૧ર નોંધાયુ છે. આગામી દિવસોમાં વધુ ઠંડીપડશે એમ આગાહી કરવામાં આવી રહી છે.
સવારથી જ ગાંધીનગરમાં ઠંડીનું જાર તથા ધુમ્મસભર્યુ વાતાવરણ જાવા મળી રહ્યુ છે. ધુમ્મસને કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ડીસા વગેરે જીલ્લાઓ, ગીરસોમનાથમાં ક્યાંક કરા સાથે વરસાદને કારણે ઘઉં, બાજરી, જીરૂ, રાયડા, એરંડા, કપાસ, ચણાના પાકને નુકશાન પહોંચ્યુ છે. રવિ પાકને નુકશાન પહોંંચતા જ ખેડૂતોમાં ખુબ જ નિરાશા જાવા મળે છે અને મોટું નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. આજે ગુજરાતના શહેરોમાં નીચે મુજબ લઘુતમ ઉષ્ણતામાન નોંધાયુ છે. અમદાવાદ ૧ર.૮, ડીસા ૧પ.૪, વડોદરા ૧પ.૬, ભાવનગર ૧૬.પ, કંડલા ૧૬.૭, ભૂજ ૧૭, ગાંધીનગર ૧ર ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ ઉષ્ણતામાન ૧૮ ડીગ્રીથી ઓછું નોંધાયુ છે.