સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સતત ચોથા દિવસે પણ વરસાદ પડતા વ્યાપક ખાના ખરાબી
ઉમરપાડામાં રાત્રી સમયે ધૂંઆધાર વરસાદ ઝીંકાતા જળ બંબાકારની સ્થિતિ – નવસારીમાં ત્રણ અને વલસાડમાં બે-બે ઇંચ વરસાદ ઝીંકાયો
સુરત: સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત ચોથા દિવસે દેમાર વરસાદ ઝીંકાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઉદ્ïભવી છે. ગઇ કાલે ગુરુવારથી આજે શુક્રવાર સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ ૩૩ તાલુકાઅોમાં ધોધમાર વરસાદ ઝીંકાયો છે અને સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ ૧૨ ઇંચથી વધુ વરસાદ ઝીંકાયો છે.
જ્યારે સુરતના માંડવીમાં ચાર, સુરત શહેરમાં ચાર અને તાપી જિલ્લાના સોનગઢ અનેïડોલવણમાં ચાર-ચાર ઇંચથી વધુ વરસાદ ઝીંકાતા વ્યાપક ખાનાખરાબી સર્જાય હોવાના અહેવાલો છે. ઉમરપાડા તાલુકામાં ગઇ કાલ મધરાત્રે ધૂઆંધાર વરસાદ ઝીંકાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે.
દક્ષિણ ગુજરાતના વિવિધ ફ્લડ કંટ્રોલ વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગઇ કાલે સવારથી આજે સવાર છ કલાક સુધીમાં સુરત જિલ્લામાં બારડોલી ૧૩૧ મી.મી., ચોર્યાસી ૪૬ મી.મી., કામરેજ ૪૬ મી.મી., મહુવા ૯૧મી.મી, માંડવી ૯૫ મી.મી., માંગરોળ ૪૧મી.મી, ઓલપાડ ૫૭મી.મી., પલસાણા ૫૬ મી.મી., સુરત સીટી૧૦૪ મી.મી., ઉમરપાડા ૩૦૪ મી.મી. (૧૨ ઇંચ) વરસાદ ઝીંકાયો છે.
નવસારી જિલ્લામાં નવસારી ૭૮ મી.મી.સ ખેરગામ -૪૪ મી.મી., ગણદેવી-૪૭ મી.મી., ચીખલી-૪૮મી.મી., જલાલપોર-૬૫ મી.મી., વાસદા-૫૨ મી.મી.વરસાદ પડયો છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ-૨૭મી.મી, કપરાડા-૬૬ મી.મી., ધરમપુર-૩૨ મી.મી., પારડી-૨૫ મી.મી., વલસાડ-૨૭ મી.મી., વાપી-૪૧ મી.મી. વરસાદ નોધાયો છે.
તાપી જિલ્લામાં ઉચ્છલ-૫૦ મી.મી., કુકરમુંડા-ï૭૨ મી.મી., ડોલવણ-૧૦૧ મી.મી., નિઝર-૫૮ મી.મી., વ્યારા- ૮૮ મી.મી., વાલોડ-૭૯ મી.મી.સ સોનગઢ-૧૦૭ મી.મી. વરસાદ નોîધાયો છે ડાંગ જિલ્લામાં આહવા- ૬૦ મી.મી., વગઈ- ૬૮ મી.મી., સુબીર- ૭૧ મી.મી. અને સાપુતારા-૭૪ મી.મી. વરસાદ નોîધાયો છે.