સમગ્ર દશકના એક્શન પ્લાન પર કામો થઈ રહ્યા છેઃ મોદી
અગાઉની સરકારો કઠોર નિર્ણયોને લેતા ખચકાટ અનુભવ કરતી રહી છેઃ સિસ્ટમમાં જરૂરી ફેરફાર સાહસથી થયા-સરકારે આઠ મહિનામાં નિર્ણયોની સદી લગાવી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ પ્રથમ વખત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દેશની અર્થવ્યવસ્થા અને ટેક્સ સિસ્ટમની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ દશક ભારતના સ્ટાટઅપનો છે. ભારતના ગ્લોબલ લિડરનો દસક છે. આ દશક વોટર સફીશિયન્ટનો રહેનાર છે. આ દશક ૧૩૦ કરોડ સપના અને વિશ્વાસનો છે. તેમણે કહ્યું હતું કે, સરકારની ભુલો કાઢવી જાઈએ પરંતુ દેશના લોકોને સતત જાગૃત પણ કરતા રહેવાની જરૂર છે. દેશને દિશા આપનાર વિષયોથી પણ જાગૃત કરવાની જરૂર છે.
જે રીતે મિડિયાએ સ્વચ્છ ભારત અને સિંગલ યુઝ પ્લાÂસ્ટક પર ઝુંબેશ ચલાવી છે તેવી જ રીતે ઝુંબેશ ચલાવવાની જરૂર છે. કોઈ પણ કથાકાર કથા કરે છે ત્યારે તમામ લોકો હા પાડે છે. મોદીએ કહ્યું હતું કે, તેઓ દેશ માટે પોતાના જીવનને સમર્પિત કરનાર લોકો માટે સંકલ્પ કરે તેમ તેઓ ઈચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે લોકો પોતાની જવાબદારી પૂર્ણ કરતા નથી ત્યારે ઈમાનદાર લોકો પર બોજ વધે છે. કર્તવ્ય ભાવનાને જગાવવાની જરૂર છે. મોદીએ ઉમેળ્યું હતું કે, ટેક્સના આ પૈસાથી જ વિકાસના કામ થાય છે.
સરકાર દેશને સતત આગળ વધારવાના પ્રયાસ કરી રહી છે. ટેક્સ સિસ્ટમમાં રમતના તમામ વિકલ્પ ખતમ થઈ ગયા છે. તેને લીધે ઘણા લોકો નારાજ પણ છે. પ્રથમ વખત સરકારે નાના શહેરોના મોટા સપનાને સન્માન આપ્યું છે. પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર સુધી પહોંચવા માટે લક્ષ્યરાખવામાં આવ્યા છે. જેના માટે મહેનત થઈ રહી છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવી છે. સીએએ અમલી કરાયુ છે. આઠ મહિનામાં સરકારે નિર્ણયોની સદી લગાવી છે. જેમાં દિલ્હીમાં ૨૫ લાખ લોકોને ઘર આપવા માટે કાનુન સામેલ છે. બોડો સમજુતી થઈ છે. રામ મંદિર માટે ટ્રસ્ટ બન્યુ છે.