સમગ્ર દેશમાં એક સાથે કોરોના વેક્સિનનો ડ્રાય રન, 2 જાન્યુઆરીથી શરૂ થશે સૌથી મોટુ અભિયાન
નવી દિલ્હી, નવા વર્ષના દસ્તકની સાથે જ દેશમાં હવે કોરોના વેક્સિનને લઈને મોટી તૈયારી શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સિનની ડ્રાય રન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે બેઠકમાં આ નિર્ણય લીધો.
અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં જ આવો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં કરવામાં આવ્યુ હતુ. ચાર રાજ્યમાં ડ્રાય રનને લઈને સારૂ રિઝલ્ટ સામે આવ્યુ હતુ. જે બાદ હવે સરકારે સમગ્ર દેશમાં આ ડ્રાય રનને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર, ડ્રાય રનમાં રાજ્યોએ પોતાના બે શહેરોને ચિહ્નિત કરવા પડશે. આ બંને શહેરોમાં વેક્સિનને શહેરમાં પહોંચાડવી, હોસ્પિટલ સુધી જવા, લોકોને બોલાવવા, ફરી ડોઝ આપવાની સમગ્ર પ્રક્રિયાનુ પાલન આ રીતે કરવામાં આવશે, જેમ કે વેક્સિનેશન થઈ રહ્યુ હોય.
સાથે જ સરકારે કોરોના વેક્સિનને લઈને જે કોવિન મોબાઈલ એપને બનાવી છે, તેની પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાય રન દરમિયાન જે લોકોને વેક્સિન આપવાની હોય છે. તેમને SMS મોકલવામાં આવશે. જે બાદ અધિકારીઓથી લઈને સ્વાસ્થ્ય કર્મી વેક્સિનેશન પર કામ કરશે.
મુખ્ય રીતે આમાં વેક્સિનના સ્ટોરેજ, વિતરણ અને ટીકાકરણની તૈયારીઓને પારખવામાં આવે છે. જે શહેરના મોટા સરકારી હોસ્પિટલ અથવા અન્ય સ્થળો પર કરવામાં આવી રહી છે.