સમગ્ર દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થા નો તાગ મેળવવા નેશનલ ટાસ્ક ફોર્સની રચના
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે દ્વારા રચિત ટાસ્ક ફોર્સ તેના મેમ્બરોના વિશેષ જ્ઞાનને આધારે મહત્વની માહિતી અને રણનીતિ પૂરી પાડશે. સુપ્રીમની ટાસ્ક ફોર્સ કેન્દ્ર સરકારના માનવ સંસાધનોનો પણ ઉપયોગ કરી શકશે.
સુપ્રીમ કોર્ટે દ્વારા રચિત ટાસ્ક ફોર્સ નેશનલ ટાસ્ક ફોર્સ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની સાથે સંકલન સાધશે જરુરીયાતમંદ હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવાની તાકીદ કરશે. દેશમાં જ્યારે ઓક્સિજનની તંગી સર્જાઈ રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટનો આ ર્નિણય ખૂબ મહત્વનો છે. ઓક્સિજન અને જરુરી દવાઓની ફાળવણી માટે ૧૨ સભ્યોની નેશનલ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે.
નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યો માં (૧) ડો. ભબતોષ બિશ્વાસ,પૂર્વ વાઈસ ચાન્સેલર, વેસ્ટ બંગાલ યુનિવર્સિટી, કોલકાતા (૨) ડો. દેવેન્દર સિંહ રાણા, ચેરપર્સન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સર ગંગારામ હોસ્પિટલ (૩) ડો.દેવીપ્રસાદ શેટ્ટી, ચેરપર્સન એન્ડ એક્ઝીક્યુટીવ ડિરેક્ટર, નારાયણા હેલ્થકેર, બેંગ્લુરુ (૪) ડો.ગગનદીપ કાંગ, પ્રોફેસર,ક્રિસ્ટીયન મેડિકલ કોલેજ, વેલ્લોર,તમિલનાડુ (૫) ડો.નરેશ ત્રેહાન, ચેરપર્શન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, મેદાંતા હોસ્પિટલ (૬) ડો.રાહુલ પંડિત, ડિરેક્ટર, ક્રિટિકલ કેર મેડિસિન એન્ડ આઈસીયુ (૭) ડો.સૌમિત્ર રાવલ, સિનિયર પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમે્ટ ઓફ હેપેટોલોજી (૮) ડો. શિવ કુમાર સરિન, સિનિયર પ્રોફેસર (૯) સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર (૧૦) ડો.ઝરિર એફ.ઉડવાડિયા, ચેસ્ટ ફિઝિશિયન, હિંદુજા હોસ્પિટલ, બ્રિચ કેન્ડી હોસ્પિટલ (૧૧) નેશનલ ટાસ્ક ફોર્સના સંયોજક, તેઓ પણ મેમ્બર હશે અને કેન્દ્ર સરકારના સચિવ પણ હશે.
કારણ કે હાલમાં દેશમાં ૪ લાખ કરતા પણ વધારે કેસો આવી રહ્યાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કોરોનાના આંકડાઓને ઓછા કરીને દેખાડવામાં આવી રહ્યાં છે કારણ કે દેશના સ્મશાન સ્થળો પર લાશોના અંતિમ સંસ્કાર માટે મોટી મોટી લાઈનો લાગી છે. સરકારનો લોકડાઉનનો પણ કોઈ ઈરાદો લાગતો નથી જાેકે કોરોનાની ચેન તોડવા માટે રાજ્ય સરકારો દ્વારા કડક પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યાં છે.
કોરોનાની મોતના આંકડા પહેલીવાર ૪ હજારને પાર થઈ ગયા છે. શુક્રવારે પોઝિટિવ કેસની સંખ્યા ૪ લાખ ૧ હજાર ૨૨૮ રહ્યી ત્યાં ૪, ૧૯૧ રેકોર્ડ બ્રેક દર્દીઓના જીવ ગયા છે. ૨૫ દિવસમાં રોજના મરનારાની સંખ્યા ૧ હજારથી ૪ હજારને પાર થઈ છે. આ પહેલા ૧૩ એપ્રિલે મોતની સંખ્યા ૧ હજારને પાર થઈ હતી. જે ૨૦ એપ્રિલે ૨ હજાર અને ૨૭ એપ્રિલે ૩ હજારને પાર થઈ હતી. કંઈક મળીને જાેઈએ તો મોતની સંખ્યામાં ૧૪ દિવસમાં ૩ હજારે પહોંચી જ્યારે ૪ હજાર પહોંચવામાં ૧૦ દિવસનો સમય લાગ્યો છે.