Western Times News

Gujarati News

સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં સરેરાશ 5 ટકાનો વધારો

(એજન્સી)નવી દિલ્હી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં સરેરાશ ૫ ટકાના વધારાની જાહેરાત કરી છે, જે ૩ જૂનથી લાગુ થયો હતો. આ સુધારેલા ટોલ દરો અગાઉ ૧ એપ્રિલ માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આવે તે પહેલા લોકો ફરી એક વખત મોંઘવારીનો ભોગ બનવાના છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આજથી દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. ટોલ ટેક્સની વધેલી રકમ આજથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ટોલ વધારાના કારણે ભાડામાં પણ વધારો થશે.

આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ૨ દિવસમાં બેઠક યોજશે. એસોસિયેશન વધેલા ટોલ ટેક્સ અંગે વિચારણા કરશે અને રણનીતિ બનાવશે. જો કે, આ વર્ષે લોકસભાની ચૂંટણીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. દ્ગૐછૈંના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, નવા દરો આજે ૩ જૂન, ૨૦૨૪થી લાગુ થશે.

ટોલ ચાર્જમાં એડજસ્ટમેન્ટ એ સીપીઆઈ-આધારિત ગ્રાહક શુલ્કમાં ફેરફાર નક્કી કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે. નેશનલ હાઈવે નેટવર્ક પર અંદાજે ૮૫૫ યુઝર ફી પ્લાઝા છે, જ્યાં નેશનલ હાઈવે ફી (ચાર્જ એન્ડ કલેક્શન ઓફ રેટ્‌સ) નિયમો, ૨૦૦૮ મુજબ ટોલ વસૂલવામાં આવે છે. તેમાંથી લગભગ ૬૭૫ જાહેરમાં ભંડોળ સંચાલિત છે, જ્યારે ૧૮૦ કન્સેશનર દ્વારા સંચાલિત છે.

આ ઉપરાંત, સામાન્ય માણસ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. અમૂલે પણ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલ દૂધ ખરીદવું હવે મોંઘું થશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે, તેણે દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ કિંમતો ૩ જૂન, ૨૦૨૪થી દેશભરના તમામ બજારોમાં લાગુ થશે.

જીસીએમએમએફએ જણાવ્યું હતું કે દૂધની કુલ કામગીરી અને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સોમવાર (૩ જૂન)થી તમામ પ્રકારના અમૂ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.